કોરોના અંગે નવી પોલિસી / નજીવા લક્ષણવાળા દર્દીને 10 દિવસમાં રજા મળશે;ડિસ્ચાર્જ પૂર્વે ટેસ્ટની જરૂર નહીં, 7 દિવસ હોમ આઈસોલેશનમાં રહેવું પડશે.

નવી દિલ્હી. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવા અંગેની પોતાની નીતિ (પોલિસી)માં ફેરફાર કર્યો છે. એવા દર્દી કે જેમનામાં નજીવા (Very Mild), થોડા પ્રમાણમાં (Mild) અથવા તો સંક્રમણ અગાઉના લક્ષણ (Pre-Symptom) છે, તેને ડોવિડ કેર ફેસિલિટીમાં દાખલ કરવામાં આવશે. તેમના શરીરનું તાપમાન અને ઓક્સિજનના સ્તરની નિયમિતપણે તપાસ થશે. આવા દર્દીને 10 દિવસ બાદ રજા આપી શકાય છે, પણ દર્દીને ત્રણ દિવસ ન આવે તે જરૂરી છે. ડિસ્ચાર્જ અગાઉ કોરોના ટેસ્ટ જરૂરી નહીં હોય પણ ઘરે ગયા બાદ 7 દિવસ આઈસોલેશનમાં રહેવું પડશે.
મોડરેટ કેસ ઓક્સિજન બેડવાળા સેન્ટરમાં દાખલ કરવામાં આવશે
કોરોનાના સામાન્ય લક્ષણો (Modarate)વાળા દર્દી ઓક્સિજનબેડવાળા ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. બોડી ટેમ્પરેચર અને ઓકિસજનની નિયમિતપણે તપાસ થશે. જો તાવ 3 દિવસમાં ઉતરી જાય છે અને દર્દીને ત્યારપછી 4 દિવસ ઓકસિજન સેચ્યુરેશન લેવલ 95 ટકાથી વધારે રહે છે તો 10 દિવસ બાદ રજા આપી શકાય છે. પણ, શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવી જોઈએ નહીં. મોડરેટ કેસમાં પણ ડિસ્ચાર્જ અગાઉ ટેસ્ટની જરૂર રહેશે નહીં.

ત્રણ દિવસમાં તાવ ન ઉતરે તો કેટલા દિવસમાં રજા મળશે?
એવા દર્દી કે જે ઓક્સિજન સપોર્ટ પર છે અને ત્રણ દિવસમાં તાવ ઉતર્યો નથી તેમને બીમારીના લક્ષણનો સંપૂર્ણપણે અંત આવ્યા બાદ રજા આપવામાં આવશે. જોકે સતત ત્રણ દિવસ બ્લડમાં ઓક્સિજનનું લેવલ જળવાઈ રહેવું જોઈએ.
ગંભીર દર્દીને રજા ક્યારે મળશે?
આ દર્દીની સંપૂર્ણપણે રિકવરી બાદ જ રજા મળશે. ડિસ્ચાર્જ અગાઉ કોરોના ટેસ્ટ પણ થશે. તેમનો રિપોર્ટ નેગેટીવ આવવો જોઈએ. ગંભીર કેસોમાં કોરોનાના એવા દર્દીનો સમાવેશ થાય છે કે જેઓ અગાઉથી કોઈ ગંભીર બીમારીને લીધે ઈમ્યુનિટીની ઉણપ ધરાવે છે. જેમ કે-HIV દર્દી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટવાળા અથવા અન્ય એવા દર્દી કે જે ગંભીર બીમારી ધરાવે છે.
- દર્દીને 3 દિવસ તાવ ન આવે ત્યારે આ પોલિસી લાગુ થશે
- મોડરેટ કેસ સીધા ઓક્સિજન બેડવાળા સેન્ટરમાં મોકલવામાં આવશે .