જ્યોતિષ / કૌરવોના વિનાશ સમયે બે ગ્રહણો વચ્ચે 13 દિવસ હતા, તેવા જ હવે કોરોનાના સમયે છે.

હાલમાં જ યોજાયેલા વેબીનારમાં ખગોળશાસ્ત્રી ધનંજય રાવલનું વિશ્લેષણ.
સુરત. આ વર્ષે એક મહિનામાં આવી રહેલા ત્રણ ગ્રહણ મહાસંહારની યાદ અપાવશે. આજથી પાંચ હજાર વર્ષ પહેલા મહાભારતના યુદ્ધ સમયે ત્રણ ગ્રહણ મહિનામાં થયા હતા અને બે ગ્રહણ વચ્ચે 13 દિવસનો સમય હતો, જે જવલ્લે જ આવે છે. આ વર્ષે પણ બે ગ્રહણ વચ્ચે તેર દિવસ છે. પ્રાચીન સંહિતા પ્રમાણે હાડકાનો ઢગલો થશે. જે વિદેશોમાં થઈ ચૂક્યો છે.
કર્ણે બે ગ્રહણ જોયા અને ત્યારબાદ ત્રીજા ગ્રહણનો ભગવાન વેદવ્યાસે ઉલ્લેખ કર્યો હતો
વિક્રમ સંવત 2076માં કુલ છ ગ્રહણ થશે. આ છમાંથી ત્રણ ગ્રહણ એક જ મહિનામાં થઈ રહ્યાં છે. ખગોળશાસ્ત્રી ધનંજય રાવલે વેબીનારમાં જણાવ્યું હતું કે એક મહિનામાં ત્રણ ગ્રહણ મહાભારત કાળમાં થયા ત્યારે મહાંસહાર થયો હતો. ત્યારે કૌરવોને કારણે વિનાશ થયો અને આ વર્ષે કોરોનાને કારણે વિનાશ થઈ રહ્યો છે. આ ઉલ્લેખ મહાભારત કથાના અનુશાસન પર્વ અને ભીષ્મ પર્વમાં ઉલ્લેખ છે. જેમાં કર્ણે બે ગ્રહણ જોયા અને ત્યારબાદ ત્રીજા ગ્રહણનો ભગવાન વેદવ્યાસે ઉલ્લેખ કર્યો હતો. આ બંનેમાં સામ્યતા એ છે કે એ ગ્રહણ પણ કુરૂક્ષત્રમાં થયેલું અને આ ગ્રહણ પણ કુરૂક્ષેત્રમાં થઈ રહ્યું હોવાથી વિશેષ છે. એ સમયે પણ માનવ સંહાર થયો અને આ વર્ષે પણ માનવસંહાર થઈ રહ્યો છે. આ વર્ષે મિથુન રાશિમાં ગ્રહણ થઈ રહ્યું છે અને વાયરસની રાશિ પણ મિથુન છે. અગાઉ 1998માં આવા જ ત્રણ ગ્રહણ 8 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બરમાં 30 દિવસમાં થયા હતા, પરંતુ ભારતમાં દેખાયા ન હતા.
પ્રાચીન સંહિતાઓમાં વિનાશનો ચિતાર
પંડિત દેવવ્રત કશ્યપના જણાવ્યા અનુસાર પ્રકૃતિ બદલાય ત્યારે કંઈકને કંઈક વિનાશ નવસર્જન માટે હોય છે. આ વર્ષે ચાર ગ્રહો 18થી 25 જૂન દરમિાયન વક્રી છે. 5 જૂન, 21 જૂન અને 5 જુલાઈએ ગ્રહણો છે. જેમાં 21મીએ સૂર્યગ્રહણ મિથુન રાશિમાં થવાનું છે. આ ગ્રહણ કુરૂક્ષેત્રમાં સૌથી વધારે સમય રહેશે. ત્યારબાદ શનિ અને મંગળ સપ્ટેમ્બરમાં પોતાની સ્વરાશિમાં વક્રી થતાં ફરી બીજો રાઉન્ડ આવશે. બાદમાં નવસર્જનની ક્રિયા શરૂ થશે.