નિયમો / 15 ટ્રેનો શરૂ : બુકિંગ, ટાઈમિંગ અને કેટલી જગ્યાએ રોકાશે, જાણો રેલ્વેએ જાહેર કર્યુ લિસ્ટ

કોરોના વાયરસ સંકટ વચ્ચે મંગળવારથી રાજધાની દિલ્હીથી રેલ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન દિલ્હીથી દેશના 15 શહેરો માટે ઉપડશે, જેના માટે આજ સાંજથી બુકિંગ શરૂ કરાશે. હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા કેટલીક સાવચેતીની સૂચિ તૈયાર કરવામાં આવી છે. જેનું પાલન દરેક મુસાફરોએ રેલવે સ્ટેશન પર કરવું પડશે. સામાજિક અંતર રાખવું, કન્ફોર્મ ટિકિટ, માસ્ક પહેરીને આવનું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને માર્ગદર્શિકામાં આવરી લેવામાં આવ્યા છે.
- ગૃહ મંત્રાલયની રેલયાત્રા અંગેના માર્ગદર્શિકા
- કાલથી શરુ થશે રેલ પ્રવાસ
- માર્ગદર્શિકાને તમામ મુસાફરો અને અધિકારીઓ દ્વારા અનુસરવી ફરજિયાત છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર ...
- રેલવે મંત્રાલય નક્કી કરશે કે ટ્રેન કયા માર્ગ ઉપર દોડશે અને ક્યારે ચલાવાશે. આ માટે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સંપર્કમાં રહેશે.
- ટ્રેનનું ટાઇમિંગ કેવું રહેશે, બુકિંગ કેવી રીતે થશે, સ્ટેશન પર અને ટ્રેનમાં એન્ટ્રી કેવી રીતે લેવી. આ અંગે રેલવે મંત્રાલય તેની માર્ગદર્શિકા બહાર પાડશે.
- જેમની ઇ-ટિકિટની કન્ફર્મ થઈ છે. માત્ર તેમને જ સ્ટેશન પર આવવાની મંજૂરી આપવામાં આવશે.
- ઇ-ટિકિટના આધારે કોઈપણ પેસેન્જર અથવા કેબના ડ્રાઇવરની એન્ટ્રી શક્ય છે.
- દરેક રેલવે સ્ટેશન પર પેસેન્જર સ્ક્રિનીંગ કરવામાં આવશે, જે સામાન્ય છે તેમને જ પ્રવેશ મળશે.
- દરેક કોચ, રેલવે સ્ટેશનની એન્ટ્રી એક્ઝિટ વખતે હેન્ડ સેનિટાઇઝરની સુવિધા હોવી જોઈએ.
- દરેક મુસાફરોને સ્ટેશન અને ટ્રેન બંને પર માસ્ક પહેરવવુ પડશે છે.
- ટ્રેનમાં ચડતા અને ઉતરતા સમયે સામાજિક અંતરનું પાલન કરવું ફરજીયાત છે.
- રેલવે મંત્રાલય દ્વારા સલાહ આપવામાં આવશે, જેનું અનુસરણ રેલવે કર્મચારીઓએ કરવાનું રહેશે.
- જ્યારે ટ્રેન તેના છેલ્લા સ્ટેશન પર પહોંચશે, ત્યારે બધા મુસાફરોએ તે રાજ્યના નિયમોનું પાલન કરવું પડશે અને અધિકારીઓને મદદ કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે લોકડાઉન વચ્ચે 12 મેથી રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત ટ્રેન દિલ્હીથી દેશના 15 શહેરો માટે ઉપડશે, આ માટે ટિકિટ બુકિંગ આજે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે.જો કે, રેલવે મંત્રાલય દ્વારા હજી સુધી નિયમોની સૂચિ જારી કરવામાં આવી નથી, આવી સ્થિતિમાં મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે.

આ સેવાઓ જે શહેરો માટે શરૂ કરવામાં આવી છે તેમાં ડિબ્રુગઢ, અગરતલા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઇ મધ્ય, અમદાવાદ અને જમ્મુ તાવીનો સમાવેશ થાય છે.
અમદાવાદથી દિલ્હી જતી ટ્રેન જુઓ ક્યાં-ક્યાં રોકાશે?
અમદાવાદથી નવી દિલ્હી વાયા પાલનપુર, આબુરોડ, જયપુર થઈને જશે. અમદાવાદથી આવતીકાલે સાંજે 5.40 એ ટ્રેન ઉપડશે અને અન્ય દિવસે સવારે 7.30 વાગે દિલ્હી પહોંચશે. આ જ રીતે નવી દિલ્હીથી અમદાવાદ વાયા જયપુર , આબુરોડ, પાલનપુર આવશે. નવી દિલ્હીથી તારીખ 13 મેએ સાંજે 7-55 વાગે ઉપડશે અને 14 તારીખે સવારે અમદાવાદ આવશે. અમદાવાદથી દિલ્હી જતી વખતે સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, અજમેર, જયપુર, ગુરુગ્રામ, દિલ્હી કનોટ એમ આ સ્ટેશનો પર ટ્રેન રોકાશે.
