અમદાવાદીઓ આનંદો : આગામી 15 તારીખથી શહેરમાં આ વસ્તુઓનું વેચાણ થશે શરૂ.

અમદાવાદમાં આગામી 15 તારીખથી ફળો, શાકભાજી , કરિયાણું તેમજ ઘરઘંટી શરૂ કરી દેવાશે. ચોક્કસ નિયમોને આધીન આ તમામ વેપાર ધંધાને સવારે 8 વાગ્યાથી લઇને 3 વાગ્યા સુધી ચાલુ કરી શકાશે. જેમાં શાકભાજી અને ફળના ફેરીયાઓએ તેમને ફાળવેલી ચોક્કસ જગ્યા પરથી જ વેચાણ કરવું પડશે.

અમદાવાદીઓ આનંદો
- અમદાવાદમાં આગામી ૧૫ તારીખથી ફળ, શાકભાજી, કરિયાણું, ઘરઘંટી શરૂ કરાશે
- ચોક્કસ નિયમોને આધિન સવારે ૮થી ૩ વાગ્યા સુધી ચાલુ રહેશે
- શાકભાજી, ફળના વેપારીઓએ ચોક્કસ જગ્યા પરથી વેચાણ કરવું પડશે
- ફેરીયાઓએ હેલ્થ કાર્ડ સાથે રાખવું ફરજીયાત
- નાણાની લેતી દેતી માટે અલગ ટ્રે રાખવાની રહેશે
- દુકાનદાર અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટીકનું આવરણ ફરજીયાત
- હોમ ડિલિવરી એકમો સવારે ૧૦થી સાંજના ૫ સુધી કામ કરી શકશે

દુકાન અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટીકનું આવરણ રાખવાનું રહેશે
આ દરમિયાન તેઓે હેલ્થ કાર્ડ પણ સાથે રાખવું ફરજીયાત રહશે. તેમજ તેઓને નાણાની લેતી દેતી માટે અલગ અલગ ટ્રે રાખવાની રહેશે. આ સાથે દુકાનદારો માટે એવો નિયમ ઘડાયો છે કે દુકાન અને ગ્રાહક વચ્ચે પ્લાસ્ટીકનું આવરણ રાખવાનું રહેશે. તેમજ હોમ ડિલિવરી કરતા એકમોએ સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધીનો સમય ફિક્સ કરવામા આવ્યો છે.