17મીએ ભલે દેશમાં લોકડાઉન ખુલે પણ ગુજરાતના આ શહેરોને તો નહીં મળે લાભ, મોદીએ આપી આ ચેતવણી.

કોરોના મહામારીએ વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારત પણ તેમાંથી બાકાત રહ્યુ નથી. ભારતમાં 24 માર્ચથી ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ત્રીજા તબક્કાનું લોકડાઉન પુરુ થાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી. પીએમ મોદીએ મુખ્યપ્રધાનો સાથે પ્રથમ તબક્કાની ચર્ચામાં રાજ્યોની સ્થિતિનિ સમીક્ષા કરી અને સૂચનો માગ્યા. ઘણાં રાજ્યોએ મજૂરોની વતન વાપસી સામે સવાલ ઉભા કર્યા છે. આ રાજ્યોનું કહેવું છે કે, મજૂરોની વતન વાપસીના કારણે કોરોનાના કેસમાં વધારો થયો છે.
શું કહ્યુ PM મોદીએ
પીએમ મોદીએ કહ્યું કે પ્રવાસી મજૂર અને અર્થવ્યવસ્થાને ગતિ આપવા વિશે ભાર આપવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે લોકો પોતાના ઘરે જવા માંગે છે. તેના કારણે અમારે નિર્ણયો બદલવા પડ્યા છે. લોકોને કહ્યું છે કે જ્યાં છો, ત્યાં જ રહો. તેમ છતાં આપણે ધ્યાન રાખવું જોઈએ કે સંક્રમણ ન ફેલાય અને ગામડાઓ સુધી ન પહોંચે. જે આપણાં માટે સૌથી મોટો પડકાર છે. પીએમ મોદીએ મુખ્યપ્રધાનોને એમ પણ કહ્યું કે તમારા તમામના સૂચનોથી દિશા-નિર્દેશ નિર્ધારિત કરાશે. ભારત આ સંકટથી બચવામાં ઘણો સફળ થયો છે. રાજ્યોએ પોતાની જવાબદારીઓ નિભાવી છે. સોશિયલ ડિસ્ટન્સમાં ઢીલ થશે તો સંકટ વધશે. આપણે લોકડાઉન કેવીરીતે લાગુ કરી રહ્યા છીએ એ મોટો વિષય રહ્યો. જેમાં આપણા તમામની ભૂમિકા મહત્વપૂર્ણ રહી.
લોકડાઉન ઘટશે કે વધશે?
લોકડાઉનના 47 દિવસ વીતી ગયા છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો પણ પૂરો થવામાં હોવા છતાં કોરોના સતત ગતિમાં છે. લોકડાઉનથી લોકોની મુશ્કેલી વધી રહી છે. તે અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે પીએમ મોદી ચોથા તબક્કામાં લોકડાઉનમાં આંશિક રાહત આપે એવી સંભાવના છે. જે રાજ્યો ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં આવે છે ત્યાં લોકડાઉન ઘટાડી શકાય છે. અને જે રાજ્યોનાં શહેરો કન્ટેન્ટમેન્ટ અથવા તો રેડઝોનમાં આવે છે ત્યાં લોકડાઉન ચાલું જ રહી શકે છે. તો પીએમ મોદી સાથેની બેઠકમાં અમુક રાજ્યોમાં મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધારવાની વાત કરી હતી. રેડઝોન અને કન્ટેન્ટમેન્ટ શહેરો કે રાજ્યોમાંથી સંક્રમણ બહાર ન જાય તે માટે લોકડાઉન વધી શકે છે. તો બંગાળનાં સીએમ મમતા બેનર્જીએ ટ્રેનની સર્વિસ ફરીથી શરૂ કરવાનો વિરોધ કર્યો હતો.