વાવાઝોડું / અરબી સમુદ્રમાં એકસાથે 2 વાવાઝોડાં સક્રિય, ગુજરાતમાં આ તારીખે અસર થાય તેવી શક્યતા.
કોરોના મહાસંકટ વચ્ચે ગુજરાત ઝઝુમી રહ્યું છે ત્યાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતીઓ પર બીજુ સંકટ મંડરાઈ રહ્યું છે. હવામાનની આગાહી કરતી વેબસાઈટ વિન્ડીના દર્શાવ્યા અનુસાર 3 જુને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. જે સમગ્ર સૌરાષ્ટ્રના 9 જિલ્લા અને મધ્ય- દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાના શહેરોને અસર કરી શકે તેમ છે.
અરબી સમુદ્રમાં અત્યારથી લો -પ્રેશર સર્જાઈ ગયું
વિન્ડી (www.windy.com) મુજબ ગુજરાતના પશ્ચિમ ભાગે અરબી સમુદ્રની અંદર નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી છે જેની અસર ગુજરાત પર 3 જુનના દિવસે થઈ શકે છે. અરબી સમુદ્રમાં સોમાલિયા અને એડન નજીક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાયું છે. જે વાવાઝોડું સર્જશે. આ પ્રેશરથી 3 જુન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ સેવાઈ રહી છે.
એક નહીં બે વાવાઝોડાં સક્રિય થયા
અરબી સમુદ્રમાંથી આવી રહેલાં આ વાવાઝોડાંના કારણે 1થી 3 જૂન વચ્ચે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાવાની સંભાવાના સેવાઈ રહી છે. આ સાથે રાજ્ય પર 6 જુને ટકરાઈ એવાં બીજા વાવાઝોડાંની પણ સંભાવના છે. આ વાવાઝોડું લક્ષદીપના ટાપુઓ પાસે સર્જાઈ રહ્યું છે. જે 31 મેથી શરૂ કરી બેગલુરૂ- ગોવા- મહારાષ્ટ્રના દરિયાકાંઠા થઈ ગુજરાત આવશે. જે પણ ગીર સોમનાથ જિલ્લામાં ટકરાઈ શકે છે.

- રાજ્યમાં 3 જુન બાદ બે વાવાઝોડાનો ખતરો, અરબી સમુદ્રમાં સક્રિય થયા
- 3 જુન બાદ રાજ્યમાં વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે
- ગીર-સોમાનાથ જિલ્લો વાવાઝોડાનું કેન્દ્ર બિંદુ હોય શકે છે