31 મે સુધી બેંક એકાઉન્ટમાં 342 રૂપિયા હશે તો મળશે 4 લાખ રૂપિયા
સુધીની સુરક્ષા.
|
કોરોના મહામારી
વચ્ચે લોકોના હાથમાં રૂપિયા નથી. પૈસાની અછત સાથે ઝઝૂમી રહ્યા છે તો કેટલાકને નોકરી
જવાનો પણ ભય છે. ઘણી કંપનીઓમાં કર્મચારીઓનો પગાર પણ કાપી લેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં
પણ લોકોના બેંક ખાતા પણ ખાલી થઈ ગયા છે. જો કે બેંક ખાતામાં 342 રૂપિયા છે,
તો 31 મે પછી તમે 4 લાખ રૂપિયા સુધીનું પ્રોટેક્શન મેળવી શકો છો. આ એક વાર્ષિક
અકસ્માત સુરક્ષા યોજનાઓ છે. જેમાં બેંક એકાઉન્ટ ધરાવતા લોકોને આ યોજનાનો લાભ મળે
છે. જો એકાઉન્ટ બંધ થાય અથવા પૂરતી એમાઉન્ટ ન હોય તો આ સુરક્ષા યોજનાનો લાભ આપોઆપ
રદ થઈ જાય છે.
|
બંને યોજનાઓમાં
કુલ 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર
હકીકતમાં,
મોદી સરકારે તેમની પ્રથમ ટર્મ દરમિયાન સસ્તા પ્રિમિયમની બે સુરક્ષા યોજનાઓ
ચાલુ કરી હતી. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અને
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના PMSBY છે. એક જીવન
વીમા યોજના છે, જ્યારે પીએમએસબીવાય એ અકસ્માત વીમા યોજના છે. આ બંને યોજનાઓની
વાત કરીએ તો જીવન વીમા યોજનામાં 330 રૂપિયાનું પ્રિમિયમ વાર્ષિક ભરવાનું રહે છે જ્યારે
અકસ્માત યોજનામાં વાર્ષિક 12 રૂપિયાનું પ્રિમિયમ ચુકવવું પડશે. આ બંને યોજનાઓમાં
કુલ 4 લાખ રૂપિયા સુધીનું વીમા કવર હશે. આનો અર્થ એ છે કે જો તમે આ બંને યોજનાઓનો
લાભ લેવા માંગતા હોવ તો વાર્ષિક 342 રૂપિયા પ્રિમિયમ ભરવાનું રહેશે.
|
31 મે સુધીમાં
પ્રીમિયમ કાપવામાં આવશે
પ્રધાનમંત્રી
જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના આ બંને યોજનાઓ 1 જૂનથી
31 મે મુજબ ચાલુ છે. તેનું પ્રીમિયમ મે મહિનામાં વાર્ષિક ધોરણે કાપવામાં આવે છે.
અર્થાત જો તમે યોજના સાથે સંકળાયેલા છો તો 31 મે સુધીમાં તમારું પ્રીમિયમ કાપવામાં
આવશે. આ પછી તમને 12 મહિના માટે 4 લાખ રુપિયાનું સૂરક્ષા કવચ મળશે. આ એક ટર્મ ઈન્સ્યોરન્સ
પોલિસી છે. જે ફક્ત મૃત્યુને આવરે છે. આ યોજનાઓનો લાભ લેવા માટે બેંક ખાતું હોવું
જરૂરી છે. જો બેંક ખાતું બંધ હોય અથવા પ્રીમિયમ કાપવાના સમયે ખાતામાં અપૂરતી બેલેન્સ
હોય તો વીમો રદ થઈ શકે છે. જે પછીથી તમારે ફરીથી આ યોજનામાં જોડાવું પડે. બંને યોજનાઓ
વિશે કેન્દ્ર સરકારની જનસુરક્ષા પોર્ટલ પર જાણી શકો છો.
|
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત
માટે
|