રાહત / લૉકડાઉન વચ્ચે પાક ધિરાણને લઇને ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.
લૉકડાઉન 4.0 પૂર્ણ થવાના આરે છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે. પાક ધિરાણ ભરવાની સમય મર્યાદમાં વધારો કરાયો છે.
કેન્દ્ર સરકારે પાક ધિરાણ ભરવાની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો કર્યો છે. 31 મે પાક ધિરાણ ભરવાની અંતિમ તારીખ હતી ત્યારે હવે 3 મહિનાની સમય મર્યાદા વધતા પાક ધિરાણ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે. મોરેટોરિયમ પીરીયડ ત્રણ માસ વધારી અપાયો છે. મુદ્દત વધારવા સરકારમાં અનેક રજૂઆત કરવામાં આવી હતી.
કૃષિ ધિરાણ ભરવાની સમયમર્યાદામાં વધારો કરાવાની કરી હતી માગ
ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારને પત્ર લખી કૃષિ ધિરાણ ભરવાની સમયમર્યાદામાં વધારો કરાવાની માગ કરી હતી. મહત્વનું છે કે, કૃષિ ધિરાણ ભરવા માટે 31 મે સુધીની અંતિમ તારીખ હતી. ભારતીય કિસાન સંઘે ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી ઝડપી બનાવવા અને ખેતી સિંચાઈ માટે 12 કલાક વીજ પૂરવઠો આપવાની પણ માગણી કરાઈ હતી.

- કેન્દ્ર સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણય
- પાક ધિરાણ ભરવાની સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો કરાયો
- પાક ધિરાણ 31 ઓગસ્ટ સુધી ભરી શકાશે