લૉકડાઉન 4.0 / 31 મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યું, હોટલ-રેસ્તરાં બંધ રહેશે, મેટ્રો અને ફ્લાઇટ સેવા અત્યારે શરૂ નહીં થાય.
NDMAની ભલામણ પહેલા જ તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે 31મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો.
લોકડાઉનના ત્રીજા ફેઝમાં રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે અલગ અલગ છૂટ આપવામા આવી હતી.
નવી દિલ્હી. કેન્દ્ર સરકારે લોકડાઉનને 31 મે સુધી લંબાવ્યું છે. તેમાં અત્યારે રેસ્તરાં અને હોટલને છૂટ મળી નથી. સ્કૂલ કોલેજ બંધ રહેશે. કોઇ પણ ડોમેસ્ટિક ફ્લાઇટ સેવાઓ હમણા શરૂ નહીં થાય. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન અંગે રાજ્ય સરકારો નિર્ણય લે. રેસ્તરાંમાં હોમ ડિલીવરીને છૂટ આપવામા આવી છે. તે સિવાય સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને સ્ટેડિયમ દર્શકો વિના ખોલી શકાશે.
આ પહેલા રવિવારે લોકડાઉનનો ત્રીજો ફેઝ ખતમ થવાના છ કલાક પહેલા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ કેન્દ્ર અને રાજ્ય સરકારનો પત્ર લખીને લોકડાઉન 14 દિવસ વધારવા માટે કહ્યું છે. આજે રાત્રે 9 વાગ્યે કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા રાજ્યોના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરશે. તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમ પહેલાજ 31 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે.
READ IN GUJARATI CLICK HERE
READ IN GUJARATI CLICK HERE