બદલાવ / લોકડાઉન 4.0 ખુલતા જ દેશમાં બદલાઈ જશે આ 5 મહત્વની બાબતો, સીધી જ થશે તમારા ખિસ્સા પર અસર.
દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તમારી રોજની જિંદગીની સાથે અનેક એવી ચીજો છે જેમાં ફેરફાર આવી શકે છે. તેમાં રેલ્વે, રાશનકાર્ડ અને ફ્લાઈટ્સ સાથેના ફેરફાર સામેલ છે. તેમાં અનેક ચીજો તમારા માટે લૉકડાઉન બાદ શરૂ થઈ રહી છે તો અનેક ચીજોમાં ભાવમાં વધારો પણ થઈ રહ્યો છે. જાણી લો ફેરફારની તમારા ખિસ્સા પર કેવી થશે અસર.
1 જૂનથી ચાલશે 200 ટ્રેન
કોરોના વાયરસને કારણે લૉકડાઉન4.૦ કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા લોકોની રાહત માટે ભારતીય રેલ્વે 1 જૂનથી 200 વધારાની ટ્રેનો દોડાવશે. આ 200 ટ્રેનો નોન એસી હશે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. તેઓએ કહ્યું છે કે ભારતીય રેલ 1 જૂનથી પોતાના ટાઈમટેબલ અનુસાર રોજની 200 નોન એસી ટ્રેન ચલાવશે. આ ટ્રેનનું બુકિંગ જલ્દી ચાલુ કરવામાં આવશે. ટ્રેનની નક્કી તારીખ અને રૂટ સંબંધમાં હાલમાં કોઈ સૂચના મળી નથી.
1 જૂનથી શરૂ થઈ રહી છે નવી સ્કીમ
કેન્દ્ર સરકાર આગામી 1 જૂનથી તેની મહત્વાકાંક્ષી યોજના 'વન નેશન, વન રાશનકાર્ડ' (One Nation, One Ration Card) દેશના 20 રાજ્યોમાં લાગુ કરવા જઈ રહી છે. આ પછી 20 રાજ્યોમાં રાશનકાર્ડ ધારકો કોઈપણ રાજ્યના સરકારી રાશન સેન્ટરથી રાશન ખરીદી શકશે. કેન્દ્ર સરકારની આ યોજનાને કારણે, મોટી સંખ્યામાં ગરીબ લોકોને ખૂબ જ ઓછા ભાવે જરૂરી અનાજ આપવામાં આવે છે.
1 જૂનથી ચાલુ થશે ઉત્તરપ્રદેશ રોડવેઝ
ઉત્તર પ્રદેશ રોડવેઝ મેનેજમેન્ટે 1 જૂનથી બસો દોડાવવા માટે એક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન સરકારની કક્ષાએ કોઈ નવી સિસ્ટમ અસરકારક નથી. કોઈ પણ સ્થિતિમાં 30 મે સુધીમાં બસને તૈયાર કરવાનું કામ શરૂ કરાશે. ડેપોનું કામ પણ શરૂ કરાયું છે. બસ ઓપરેશન દરમિયાન, ડ્રાઇવર-કંડક્ટરની બસ સ્ટેશનના પ્રભારીની જવાબદારી રહેશે કે તે જાહેર કરેલા દિશાનિર્દેશોના 100 ટકા પાલન કરશે. માસ્ક પહેરેલા વ્યક્તિને બસ પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. કંડક્ટર સીટની સામે બસમાં સેનેટાઇઝર બોટલ હશે. મુસાફરો સેનેટાઈઝ કર્યા બાદ જ બેસશે. કંડક્ટર અને ડ્રાઇવરને એક અલગ સેનેટાઇઝર બોટલ મળશે. બસની અડધી ક્ષમતા જ મુસાફરી કરી શકશે. આ નંબર બસની ક્ષમતા અંગે નિર્ણય લેવામાં આવશે. સામાન્ય રીતે 60 સીટરની બસ 30 મુસાફરોને બેસાડવામાં આવશે.
શરૂ થશે ગો એરની ફ્લાઈટ્સ
ગો એર પણ સરકારી દિશા નિર્દેશોનું પાલન કરશે અને 1 જૂનથી પોતાની ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ કરશે. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી છે કે 25મેથી દેશમાં ફ્લાઈટ્સની સુવિધા શરૂ કરાશે અને એરલાઈન્સ પણ ખાસ નિયમોનું પાલન કરશે. કંપનીએ શુક્રવારથી બુકિંગ શરૂ કર્યું છે.
મોંઘું થઈ શકે છે પેટ્રોલ
લૉકડાઉન 4માં અનેક પ્રકારની ઢીલ આપવામાં આવી રહી છે. અનેક રાજ્યોના પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટને ખોલી દેવાયું છે. તેનાથી પેટ્રોલની માંગમાં વધારો થયો છે. એપ્રિલમાં લૉકડાઉનને કારણે દેશમાં પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ પર પાબંદીના કારણે પેટ્રોલની માંગમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક રાજ્યોએ કેટલાક દિવસોથી વેટ વધારીને પેટ્રોલ મોંઘુ કરી દીધું છે. જેના કારણે પેટ્રોલની કિંમતમાં આવનારા દિવસોમાં વધારો થઈ શકે છે.

- લૉકડાઉનમાં જૂનથી બદલાશે નિયમો
- રેલ્વે, રાશનકાર્ડ અને ફલાઈટ્સના આ નિયમમાં થશે ફેરફાર
- જાણો નિયમના ફેરફારની તમારા ખિસ્સા પર થશે કેવી અસર