નવી દિલ્હી : કોરોના સંકટને પગલે હાલમાં દેશમાં લોકડાઉનનો 4.0 તબક્કો ચાલી રહ્યો છે. જે 31 મેના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ત્યારે લોકડાઉનના પાંચમા તબક્કાની તૈયારી કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં લોકડાઉન 5.0 વિશે વાત કરી શકે છે. લોકડાઉનના પાંચમા તબક્કામાં, છૂટનો અવકાશ કોરોનાથી પ્રભાવિત 11 શહેરો સિવાય દેશના બાકીના ભાગોમાં વિસ્તૃત થઈ શકે છે. જે 11 શહેરો પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, તેમાં અમદાવાદ અને સુરતનો પણ સમાવેશ થાય છે.
સૂત્રોના કહેવા મુજબ, લોકડાઉનના પાંચમા તબક્કામાં 11 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, જેમાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પુણે, થાણે, ઇન્દોર, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકાતાનો સમાવેશ થાય છે. આ શહેરોમાં 70 ટકાથી વધુ કોરોના કેસ છે. ફક્ત 5 શહેરોમાં (અમદાવાદ, દિલ્હી, પુણે, કોલકાતા, મુંબઇ) આ આંકડો 60 ટકાની નજીક છે.
લોકડાઉનના પાંચમા તબક્કામાં, કેન્દ્ર ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી શકે છે, પરંતુ નિયમો અને શરતો અમલમાં રહેશે. ધાર્મિક સ્થળે કોઈપણ મેળો કે ઉત્સવ ઉજવવામાં કોઈ છૂટ રહેશે નહીં. ઉપરાંત, મોટી સંખ્યામાં લોકો એકઠા નહીં થાય. માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર ફરજિયાત રહેશે.
લોકડાઉન 5.0 દરમિયાન કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય તમામ ઝોનમાં સલુન્સ અને જીમ ખોલવાની મંજૂરી આપી શકાય છે. જો કે આ તબક્કે કોઈ શાળા, કોલેજ -યુનિવર્સિટી ખોલવાની મંજૂરી આપી શકાતી નથી. તેમજ મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખી શકાય છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકડાઉન 5.0 માં લગ્ન અને અંતિમ સંસ્કારમાં કેટલાક વધુ લોકોને સામેલ થવાની છૂટ આપવામાં આવી શકે છે. સૂત્રો કહે છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો બે અઠવાડિયા માટે લાગુ કરી શકાય છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧↧
ફેક્ટ ચેક / દેશમાં લોકડાઉન 5.0 લાગવાના સમાચાર ફેક, ગૃહ મંત્રાલયે કહ્યું- 11 શહેરો પર ફોકસ અને ધાર્મિક સ્થળો પર છૂટ જેવું કંઈ નથી
ફેક્ટ ચેક / દેશમાં લોકડાઉન 5.0 લાગવાના સમાચાર ફેક, ગૃહ મંત્રાલયે કહ્યું- 11 શહેરો પર ફોકસ અને ધાર્મિક સ્થળો પર છૂટ જેવું કંઈ નથી
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો