કોરોના વાયરસ / માસ્કના નામે ગુજરાત અત્યાર સુધી લૂંટાયું, હવે કેમિસ્ટ એસોસિયેશન 50 રૂપિયામાં વેચશે N95 માસ્ક.
ગુજરાતમાં N-95 માસ્કને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ N-95 માસ્કના ભાવ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. ત્યારે બીજી તરફ વધુ એક N-95 માસ્કને લઇને મોટા સમાચાર આવ્યા છે. આ અગાઉ ગુજરાત કેમિસ્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે, જે માસ્ક સરકાર 65 રૂપિયામાં વેચી રહી છે તે માસ્ક હલ્કી ગુણવતાવાળું છે.
ગુજરાત સરકારની સામે ગુજરાત કેમિસ્ટ અસોસિયેશન પડ્યું હોવાનું સામે આવ્યું છે. સરકારે મહામારી સમયે 59 રૂપિયા માસ્કનો ભાવ નક્કી કર્યો હતો. પરંતુ ત્યારથી લઈને આજદીન સુધી દવાની દુકાનો વાળા ઉધાડી લૂંટ કરી રહ્યા હતા. ગુજરાતમાં કેમિસ્ટોએ 300થી વધારે રૂપિયામાં માસ્ક વેચ્યા છે. હવે જ્યારે અમૂલ પાર્લર પર સરકારે N-95 માસ્ક આપવાની જાહેરાત કરી તો હવે એસોસિયેશનના પેટમાં તેલ રેડાયું છે. તેમણે હવે માસ્ક 50 રૂપિયે આપવાનું નક્કી કર્યું છે. અમૂલ પાર્લર કરતા સસ્તા ભાવે માસ્ક વેચવાનો કેમિસ્ટ અસોસિયેશનને નિર્ણય કર્યો છે. ત્યારે આ મામલે એસોસિયેશન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે અત્યાર સુધી તેઓ કેમ આ મામલે કોઈ જાહેરાત કરી ન હતી. અત્યાર સુધી ગુજરાત માસ્કના નામે લૂંટાયુ હવે કેમિસ્ટ અસોસિયેશન જાગ્યું?
જે માસ્ક સરકાર 65 રૂપિયામાં વેચી રહી છે તે માસ્ક હલ્કી ગુણવતાવાળુંઃ ગુજરાત કેમિસ્ટ
આ અગાઉ N-95 માસ્ક મુદ્દે હવે ગુજરાત કેમિસ્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે, જે માસ્ક સરકાર 65 રૂપિયામાં વેચી રહી છે તે માસ્ક હલ્કી ગુણવતાવાળું છે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે, જે માસ્ક અમુલ પાર્લર પર 65 રૂપિયે વેચી રહી છે તે વેપારી 50 રૂપિયામાં વેચી શકે તેમ છે. બીજી તરફ ભાજપના નેતાએ કેમસ્ટ એસોસિએશનના આક્ષેપો ફગાવ્યા હતા. તેમણે પ્રતિઆક્ષેપ કર્યા હતા કે, આવા દાવાઓ તેઓ કોનો હાથો બનીને કરી રહ્યા છે.
સરકારે અમૂલ પાર્લર પર માસ્ક વિતરણની કરી વ્યવસ્થા

- ગુજરાત સરકારની સામે પડ્યું ગુજરાત કેમિસ્ટ અસોસિયેશન
- ગુજરાત સરકારે 65 રૂપિયા નક્કી કર્યા તો કેમિસ્ટ અસો. 50 રૂપિયામાં આપવા તૈયાર થયા
- જ્યારે ગુજરાતમાં કેમિસ્ટોએ 300થી વધારે રૂપિયામાં માસ્ક વેચ્યા છે
ગુજરાત સરકારની સામે ગુજરાત કેમિસ્ટ અસોસિયેશન પડ્યું હોવાનું સામે આવ્યું છે. સરકારે મહામારી સમયે 59 રૂપિયા માસ્કનો ભાવ નક્કી કર્યો હતો. પરંતુ ત્યારથી લઈને આજદીન સુધી દવાની દુકાનો વાળા ઉધાડી લૂંટ કરી રહ્યા હતા. ગુજરાતમાં કેમિસ્ટોએ 300થી વધારે રૂપિયામાં માસ્ક વેચ્યા છે. હવે જ્યારે અમૂલ પાર્લર પર સરકારે N-95 માસ્ક આપવાની જાહેરાત કરી તો હવે એસોસિયેશનના પેટમાં તેલ રેડાયું છે. તેમણે હવે માસ્ક 50 રૂપિયે આપવાનું નક્કી કર્યું છે. અમૂલ પાર્લર કરતા સસ્તા ભાવે માસ્ક વેચવાનો કેમિસ્ટ અસોસિયેશનને નિર્ણય કર્યો છે. ત્યારે આ મામલે એસોસિયેશન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે અત્યાર સુધી તેઓ કેમ આ મામલે કોઈ જાહેરાત કરી ન હતી. અત્યાર સુધી ગુજરાત માસ્કના નામે લૂંટાયુ હવે કેમિસ્ટ અસોસિયેશન જાગ્યું?
જે માસ્ક સરકાર 65 રૂપિયામાં વેચી રહી છે તે માસ્ક હલ્કી ગુણવતાવાળુંઃ ગુજરાત કેમિસ્ટ
આ અગાઉ N-95 માસ્ક મુદ્દે હવે ગુજરાત કેમિસ્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે, જે માસ્ક સરકાર 65 રૂપિયામાં વેચી રહી છે તે માસ્ક હલ્કી ગુણવતાવાળું છે. એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું હતું કે, જે માસ્ક અમુલ પાર્લર પર 65 રૂપિયે વેચી રહી છે તે વેપારી 50 રૂપિયામાં વેચી શકે તેમ છે. બીજી તરફ ભાજપના નેતાએ કેમસ્ટ એસોસિએશનના આક્ષેપો ફગાવ્યા હતા. તેમણે પ્રતિઆક્ષેપ કર્યા હતા કે, આવા દાવાઓ તેઓ કોનો હાથો બનીને કરી રહ્યા છે.
સરકારે અમૂલ પાર્લર પર માસ્ક વિતરણની કરી વ્યવસ્થા
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે અમુલ પાર્લર પર માસ્ક વિતરણની જાહેરાત કરી હતી. ગુજરાતના 2 હજાર અમૂલ પાર્લર પર માસ્ક વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. અમૂલ કંપનીએ પણ નહીં નફા નહીં નુકસાનના ધોરણે માસ્ક વિતરણની જવાબદારી સંભાળી. જોકે, સરકારે જે માસ્કનું વિતરણ શરૂ કર્યું તેના પર સવાલ ઉઠવા લાગ્યા અને વિવાદનો વંટોળ સર્જાયો. કોંગ્રેસે આક્ષેપો કર્યા છે કે 49 રૂપિયાનું N-95 માસ્ક સરકાર દ્વારા 65 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે.