આણંદના યુવકે બાઈકની પ્રાઈઝમાં બનાવ્યું મીની ટ્રેક્ટર, 60 કીમીની સ્પીડ અને 50 ની એવરેજ.
લોકડાઉનના સમયમાં ઘરે બેસી પોતાની કોઠાસૂજથી આણંદના મોગરી ગામના યુવાને જુના બાઈકના એન્જિનમાંથી મીની ટ્રેક્ટર બનાવ્યું છે. સામાન્ય રીતે જોઈએ તો કોઇપણ ટ્રેક્ટરની ખરીદી 1.5 લાખથી શરૂ થતી હોય છે પરંતુ જુની ચીજવસ્તુઓનો ઉપયોગ કરી 50 હજારના નજીવા ખર્ચે આ ટ્રેકટર તૈયાર કરાયું છે.
બાઈકના એન્જિનમાંથી ટ્રેકટર
- આ ટ્રેકટરની ૬૦ કિલોમીટરની સ્પીડે ચાલી શકે છે
- ૫૦ની એવરેજ આપે છે
- ખેતી કામ અને પશુપાલકોનો ઘાસચારો, ખાતર, પાણી છંટકાવ અને નાની મુસાફરીમાં ઉપયોગી
- આ મીની ટ્રેકટરમાં પ્લસર બાઈકનું એન્જન
- આ ટ્રેકટર સેલ્ફ સ્ટાર્ટથી ચાલુ થાય છે
- ટ્રેકટરમાં લાઈટ તેમજ મોબાઈલ ચાર્જિગની સુવિધા પણ છે
- આ ટ્રેકટરને મહિલાઓ આસાનીથી ચલાવી શકે છે
- બે હજાર કિલો સુધીનું વજન ખેંચી શકવાની પણ ક્ષમતા ધરાવે છે
બાઈકના એન્જિનથી ચાલતું મીની ટ્રેકટર તૈયાર કર્યુ
આણંદના મોગરી ગામમાં માત્ર 12 ધોરણ સુધી જ અભ્યાસ કરનાર એક યુવાને બાઈકના એન્જિનથી ચાલતું મીની ટ્રેકટર તૈયાર કર્યુ છે. ભંગારની તિજોરીના પતરા તેમજ અન્ય ચીજોનો ઉપયોગ કરીને નાના ખેડૂતો અને પશુપાલકો માટે ઉપયોગી મીની ટ્રેકટર બનાવ્યું છે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
માત્ર 50 હજારના ખર્ચે આ મીની ટ્રેક્ટર તૈયાર કર્યું
મોગરી ગામના હિરેનભાઇ પટેલે 2 મહિનાની મહેનત બાદ વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા, માત્ર 50 હજારના ખર્ચે આ મીની ટ્રેક્ટર તૈયાર કર્યું છે. આ ટ્રેકટરની ૬૦ કિલોમીટરની સ્પીડે ચાલી શકે છે અને 50ની એવરેજ આપે છે. ખેતી કામ અને પશુપાલકોનો ઘાસ ચારો, ખાતર, પાણી છંટકાવ અને નાની મુસાફરી માટે ઉપયોગમા લઇ શકાઇ છે. આ મીની ટ્રેકટરમાં પ્લસર બાઈકનું એન્જિન લગાડવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ટ્રેક્ટર સેલ્ફ સ્ટાર્ટથી ચાલુ થાય છે, જેમાં લાઈટ તેમજ મોબાઈલ ચાર્જિગની પણ સુવિધા છે. આ ટ્રેકટરને મહિલાઓ પણ આસાનીથી ચલાવી શકે છે. બે હજાર કિલો સુધીનુ વજન ખેંચી શકવાની પણ ક્ષમતા ધરાવે છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે