લૉકડાઉન / કોરોના વાયરસના કારણે દેશમાં લૉકડાઉનના આજે 60 દિવસ થયા પૂરા, જાણો શું બદલાયું.
ચીનના વુહાનથી ભારતમાં પગપેસારો કરીને તબાહી મચાવનારા કોરોના વાયરસના કારણે દેશમાં લાગૂ પાડવામાં આવેલા લૉકડાઉનને આજે 60 દિવસ પૂરા થયા છે. આ સમયે આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી છે. લૉકડાઉન 4માં નાગરિકોને થોડી રાહત આપવામાં આવી છે પરંતુ આ સાથે આ 60 દિવસ એટલે કે 2 મહિનામાં શું થયું અને કઈ બાબતો ખાસ રહી તેની પર એક નજર.
- લૉકડાઉનના 60 દિવસ
- PM મોદીએ રાષ્ટ્રને 3 વખત કર્યું સંબોધિત
- PM મોદીએ 5 વખત કરી મુખ્યમંત્રીઓ સાથે બેઠક
ચીનના વુહાન શહેરથી દુનિયામાં ફેલાયેલા કોરોનાના કહેરને ભારતમાં ઓછો કરવા માટે 2 મહિના 24 માર્ચે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. PM મોદીએ જ્યારે જાહેરાત કરી ત્યારે તેને લોકો સમજતા પણ ન હતા. આજે 2 મહિના પછી પણ તે ખતમ થયું નથી.
લૉકડાઉનનો પ્રથમ અને બીજો તબક્કો ખૂબ કડક હતો, પરંતુ દેશના અર્થતંત્રને જાળવવા માટે પ્રથમ સરકારે ત્રીજા તબક્કામાં આર્થિક પ્રવૃત્તિઓ માટે થોડી રાહત આપી હતી, ત્યારબાદ ચોથા તબક્કામાં લોકોને પણ ઘણી રાહત આપવામાં આવી હતી. લૉકડાઉનની અસર એ હતી કે આપણે કોરોના માટે અપેક્ષિત કરતા વધુ સારી સ્થિતિમાં છીએ. જોકે કોરોનાના એક લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, પરંતુ તમામ દેશોની તુલનામાં ભારતની રિકવરી એકદમ સારી છે.
PM મોદીએ 5 વાર રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક
લૉકડાઉનની જાહેરાત કરતા પહેલા પીએમ મોદીએ 20 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે બેઠક કરી હતી. આ જ બેઠક પછી, પીએમ મોદીએ 22 માર્ચે 'જનતા કર્ફ્યુ' માટે અપીલ કરી. તે પછી, પીએમ મોદીએ 24 માર્ચની રાત્રે જાહેરાત કરી કે 25 માર્ચથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન થશે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કુલ પાંચ વખત મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી છે. પ્રથમ બેઠક 20 માર્ચે, બીજી 2 એપ્રિલના રોજ, ત્રીજી 11 એપ્રિલે, ચોથી 27 એપ્રિલે અને પાંચમી બેઠક 11 મેના રોજ યોજાઈ હતી.
PM મોદીએ 3 વાર કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, 12મેના રોજ જાહેર કર્યું આર્થિક પેકેજ
પીએમ મોદીએ કોરોનાને કારણે લાગૂ કરેલા લૉકડાઉન દરમિયાન રાષ્ટ્રને ત્રણ વખત સંબોધન કર્યું હતું. તેમણે 24 માર્ચે પ્રથમ રાષ્ટ્રને સંબોધન કર્યું, ત્યારબાદ 14 એપ્રિલે અને ત્રીજી વખત 12 મેના રોજ રાષ્ટ્રને સંબોધન કર્યું. 24 માર્ચે તેણે પ્રથમ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી. તે પછી 14 એપ્રિલના રોજ, પીએમ મોદીએ 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી. 12 મેના રોજ વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતાં કોરોના સંકટને પહોંચી વળવા 20 લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી.
આ રીતે સતત વધ્યા કોરોનાના કેસ
- લૉકડાઉન 1.0ના પ્રથમ દિવસે 25 માર્ચે દેશના કુલ કોરોના દર્દીઓ 635 હતા.
- 15 એપ્રિલના રોજ જ્યારે લૉકડાઉન 2.0 શરૂ થયું, ત્યારે આ સંખ્યા વધીને 11439 થઈ ગઈ હતી.
- 4 મેના રોજ, જ્યારે લોકડાઉન 3.0 શરૂ થયું ત્યારે દર્દીઓની સંખ્યા વધીને 42533 થઈ ગઈ હતી.
- 18 મેના રોજ લોકડાઉન 4.0 આવે ત્યાં સુધીમાં આ સંખ્યા વધીને 96 હજાર 169 થઈ ગઈ હતી.
આ 2 બાબતો બની કોરોના સુપર સ્પ્રેડર
એક રિપોર્ટ અનુસાર દુનિયાના 28 દેશોમાં લગભગ 60 એવા કાર્યક્રમ થયા જેના કારણે કોરોના ઝડપથી ફેલાયો. તેમાંથી 2 કાર્યક્રમ ભારતમાં થયા.
10થી 15 માર્ચની વચ્ચે તબલીગી જમાતના કારણે 4000થી પણ વધારે કેસનો વધારો થયો.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
મેના પહેલા અઠવાડિયામાં નાંદેડથી પંજાબ આવનારા શીખ શ્રદ્ધાળુઓના કારણે 1000 કેસ વધ્યા હતા.