ગુજરાતમાં આ આયુર્વેંદ દવાઓની ભારે માંગ, સંશમની વટી, દશમૂલ કવાથ, આયુષ-64નો જથ્થો અમદાવાદ પહોંચ્યો.

કોવિડ-૧૯ના ૮૦ ટકા એસિમ્પ્ટોમેટિક કેસોમાં ઈમ્યુનિટી અર્થાત રોગપ્રતિરોધક ક્ષમતા સારી હોવાથી કોરોનાનો વાઈરલ લોડ જોખમી સ્વરૂપ લેતો નથી. ભારતભરમાં ઈમ્યુનિટી વધારવા આર્યુવેદીક ઔષધ અને ઘરેલુ નુસ્ખાનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાત સરકાર પણ હોટસ્પોટ અને કેન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ૪.૫૦ લાખ નાગરીકોમા ઈમ્યુનિટી બુસ્ટ થાય તેના માટે ૭ દિવસ આયુષનો ડોઝનો કોર્સ કરાવશે.
આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ કહ્યુ કે, ઈમ્યુનિટી બુસ્ટ કરવા વિશ્વભરમાં અનેક પ્રયોગો ચાલી રહ્યા છે. ભારતમાં આયુષની ગાઈડલાઈન મુજબ કોવિડ-૧૯ના દર્દીઓને પણ આર્યુવેદની દવાઓ, ઉકાળા આપવામાં આવ્યા છે. તેના સારા પરીણામ મળ્યા પણ છે.
ભારત સરકારની ઉતરાખડ સ્થિત આયુર્વેદ ફાર્મસીના ૭ લાખ ટન આયુર્વેદ ઔષધનો ખાસ એરલિફ્ટ કરીને મંગાવ્યો છે. અમદાવાદ એરપોર્ટ ઉપર સોમવારે આવી પહોંચેલા ક્રાફ્ટમાં ૨૪૯૦ કિલો સંશમની વટી, ૧૪૪૦ કિલો દશમૂલ કવાથ, આયુષ-૬૪ની ૧૦ હજારથી કેપ્સ્યુલનો જથ્થો ગુજરાતને મળ્યો છે. તેનું વિતરણ જ્યાં સૌથી વધુ ચેપગ્રસ્તો છે તેવા વિસ્તારોમાં કરવામાં આવશે.
૭ દિવસના ડોઝ થકી નાગરીકોની ઈમ્યુનિટી વધારવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતમા અત્યાર સુધીમાં ૧.૭૯ કરોડ ઉકાળા, ૧૩.૩૦ લાખ નાગરીકોમાં સંશમની વટીનું વિતરણ કરવામાં આવ્યુ છે. જ્યારે આર્સેનિકમ આલબમ્સની ૩૦ પોટેન્સિનો ૧.૦૫ કરોડ નાગરીકો લાભ લીધો છે.
અગ્રસચિવે કહ્યુ કે, કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધીમાં એસિમ્પટોમેટિક ૧૨૧૧ દર્દીઓમાં આયુર્વેદ સારવાર આપવામાં આવી છે તેમાંથી ૪૨૭ સાજ પણ થયા છે.