કોરોના સંકટ / કોંગ્રેસનો ગુજરાત સરકાર પર નફાખોરીનો આક્ષેપ, કહ્યું કોરોના સંકટમાં આટલા રૂપિયાનું માસ્ક 65 રૂપિયે વેચે છે.
કોરોના સંકટ સામે લડવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. CM રૂપાણીએ માસ્ક ન પહેરનાર પાસે 200 રૂપિયા દંડની જોગવાઇ કરી છે. બીજી તરફ રાજ્ય સરકારની અમૂલ પાર્લર પર નફા વગર N-95 માસ્કના વેચાણની જાહેરાત કરી હતી. હાલ N-95 વાળા માસ્ક અમુલ પાર્લર પર 65 રૂપિયા મળી રહ્યા છે. આ વચ્ચે માસ્કના ભાવને લઇને કોંગ્રેસે સરકાર પર મોટા આક્ષેપ કર્યા છે.
- સરકાર કોરોના સમયે પણ નફાખોરી કરી રહી છેઃ કોંગ્રેસ
- 49 રૂપિયાનો માસ્ક સરકાર 65 રુપિયામાં વેચે છેઃ કોંગ્રેસ
- અમુલ પાર્લર પર મળે આ માસ્ક
કોરોનાની મહામારી વચ્ચે હવે માસ્ક મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, કોરોનાના કપરા સમયમાં માસ્કમાંથી પણ સરકાર નફાખોરી કરી રહી છે. કોંગ્રેસના નેતા નિશીત વ્યાસનો આક્ષેપ છે કે, સરકાર 49 રૂપિયાના એન-95 માસ્કના 65 રૂપિયા વસૂલી રહી છે. માસ્ક માત્ર 49.61 રૂપિયામાં બનતું હોવાનો નિશીત વ્યાસનો દાવો છે. તેમણે એક બિલ પણ રજૂ કર્યું છે જેમાં માસ્કની કિંમત 49.61 રૂપિયા જ આંકવામાં આવી છે. બિલ રજૂ કર્યા બાદ સરકાર વિરૂદ્ધ અનેક સવાલો ઉઠ્યા છે.
મહત્વનું છે કે, રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યના અમૂલ પાર્લરો પર માસ્કનું વેચાણ શરૂ થયું છે. અમૂલ પાર્લરમાં N-95 અને થ્રી લેયર માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. અમૂલ પાર્લર પર N-95 માસ્ક 65 રૂપિયા અને થ્રી લેયર માસ્ક 5 રૂપિયામાં વહેંચાય છે. રાજ્ય સરકારે અમૂલ પાર્લર પરથી માસ્કના જાહેરાત કરી હતી. ત્યારે હવે માસ્કને રાજકારણ શરૂ થયું છે.