સુરતમાં BJP કાર્યકર્તાએ શ્રમિકો પાસેથી રેલ ટિકિટનાં લાખો પડાવ્યા, પૈસા પરત માગતાં ઘરમાંથી કાઢી માથાં ફોડ્યા.

સુરતમાં બીજેપીના કાર્યકર્તાઓ કોરોના મહામારીના સમયમાં વતન પરત જવા માગતા શ્રમિકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે. સુરતમાં આજે આવા બે કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સામાં સુરતના વોર્ડ નંબર 25ના કોર્પોરેટરનાં ભાઈએ શ્રમિકો પાસેથી રેલ્વે ટિકિટના લાખો રૂપિયા પડાવ્યા હતા. ટિકિટ ન મળતાં શ્રમિકોએ તેનો વીડિયો વાઈરલ કર્યો હતો. તો બીજા કિસ્સામાં લિંબાયતમાં ભાજપના કાર્યકર્તાએ શ્રમિકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. ટિકિટ ન મળતાં શ્રમિકે પૈસા પરત માગતા કાર્યકર્તાએ શ્રમિકને માર મારી માથું ફોડી નાખ્યું હતું.
સુરતના લિમ્બાયત વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાએ લોકડાઉન દરમિયાન શ્રમિકો ઝારખંડ જવા માંગતા હોઈ અને બીજેપી કાર્યકર્તાને ટ્રેનની ટિકિટ બુકિંગ માટે રૂપિયા આપ્યા હતા. ટિકટ બુકિંગ નહીં કરી આપી રૂપિયા પાછા માંગતા શ્રમિકોને લાકડી દંડા અને ઘરમાંથી ખેંચી ખેંચીને માર માર્યો હતો. એટલું જ નહીં મકાન માલિકને દબાણ કરી શ્રમિકોને ઘર ખાલી કરાવી રસ્તે રઝડતાં પણ કરી મુક્યા હતા.
શ્રમિકોને વતન પરત જવા માટે ઓનલાઈન ફોર્મ ભરવું પડે છે. પણ આ પ્રક્રિયા ન ફાવતી હોવાથી ભાજપના કાર્યકર્તાઓ તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અને ફોર્મ ભરવાના નામે લાખો રૂપિયા પડાવી રહ્યા છે. સુરતથી ઝારખંડ જવાં માટે કેટલાક શ્રમિકોએ સુરતના કાર્યકર્તા વિનોદ શર્મા નામના યુવકને પોતાના વતન જવા ટ્રેનની ટિકિટ બુકિંગ માટે રૂપિયા આપ્યા હતા. પણ તારીખ વીતી જવા છતાં ના તો ટીકીટ મળી કે કોઈ જવાબ મળ્યો. જે બાદ શ્રમિકો વિનોદ શર્માની ઓફીસે ગયા હતા. જે બાદ રોષે ભરાયેલાં વિનોદ શર્માએ શ્રમિકને લાકડીનાં ફટકા મારી માથું ફોડી નાખ્યું હતું. અને એટલું જ નહીં, પૈસા પાછા નહીં મળે તેવી ધમકી પણ આપી હતી. શ્રમિકને માર મારતાં અન્ય શ્રમિકો પણ તેની વ્હારે આવી ગયા હતા. અને વિનોદ શર્માની આ કરતૂતનો વીડિયો બનાવ્યો હતો.

✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤