લોકડાઉન વચ્ચે રાજ્યના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, સરકારે કરી આ મહત્વની જાહેરાત.

કોરોનાના સંકટથી પરેશાન જગતના તાત માટે રાહતના સમાચાર મળ્યા છે. રાજ્યભરમાં ખેડૂતો ક્યાંય પણ પોતાની ખેતપેદાશો વેચી શકશે. તેવો રાજ્ય સરકાર વટહુકમ લાગી છે. એટલે ખેડૂતો જિલ્લા બહારની એપીએમસી અને ખાનગી બજારમાં જણસ વેચી શકશે. બીજી તરફ, વેપારીઓ પણ સીધી ખરીદી કરી શકશે. ખેડૂત આગેવાનો અનેક વખત આ મામલે સરકારને રજૂઆત કરી ચુક્યા છે. ત્યારે લોકડાઉન સમયમાં જ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે ખેડૂતો માટે ઉપયોગી થઈ શકશે. લોકડાઉનના કારણે એપીએસમી બંધ છે અને ખેડૂતોને જો પોતાની જણસ વેચવી હોય કે ખેતપેદાશ વેચવી હોય તો તેમની પાસે કોઈ વિકલ્પ નથી ત્યારે ત્યારે સરકારનો આ નિર્ણય ખેડૂતોને મોટી રાહત અપાવશે.
ગુજરાત સરકારે ખેડૂતો પોતાની જણસ કે ઉપજ APMC સિવાય બહારના જથ્થાબંધ વ્યાપારી કે એગ્રો ઇન્ડસ્ટ્રીઝને વેંચી શકે અને ખેડૂતને પોતાની પૈદાશના સારા ભાવ મળે એ હેતુ થી કોંગ્રેસ પક્ષે માનનીય મુખ્યમંત્રી અને તા. ૦૭ એપ્રિલ ૨૦૨૦ના રોજ મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદન પત્ર આપ્યું હતું તેમાં પેજ નં. ૬ ની કોલમ નં. ૫માં સ્પષ્ટ માંગણી કરેલ છે કે કોરોનાના આ સમય દરમ્યાન એક સીઝન પૂરતો APMC એક્ટ ૧૯૬૩ સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો મોકૂફ રાખવામાં આવે તેવી માંગણી કરી હતી જે રાજ્ય સરકારે સ્વીકાર કરી છે જેનો કોંગ્રેસ પક્ષ આભાર માને છે.
કોગ્રેસની માગણીનો સ્વીકાર કરતા સરકારનો આભાર માન્યો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરનારે કોગ્રેસની માગણીનો સ્વીકાર કરતા સરકારનો આભાર માન્યો છે. તેમણે કહયું કે ખેડૂતો પોતાની જણસ કે ઉપજ એપીએમસી સિવાય બહાર જથ્થાબંધ વેપારી કે એગ્રો ઈન્ડસ્ટ્રીઝને વેચી શકે તે માટે તેમણે મુખ્યમંત્રીને 7 એપ્રીલે આવેદન પત્ર આપ્યો હતો. જેનો સરકારે સ્વીકાર કરી લીધો છે. જેથી કોગ્રેસની માગણીનો સ્વીકાર થવા બદલ તેમણે સરકારનો આભાર માન્યો છે.