સહાય / આજથી આત્મનિર્ભર સહાય યોજનાના ફોર્મ મળશે, જાણી લો કોને અને કેવી રીતે મળે છે આ લોન.
સરકાર દ્વારા આત્મનિર્ભર સહાયની લોનની જાહેરાત કરવામાં આવી છે. આજથી લોન માટે ફોર્મ મળશે. કો.ઓપરેટિવ બેંકમાંથી નાના દુકાનદારો, વાળંદ, દરજી, પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન સહિતના નાન વેપારીઓ લોન મેળવી શકે છે.
- કો.ઓપરેટિવ બેંકમાં જ મળશે ફોર્મ
- નાના દુકાનદારો,વાળંદ,દરજીને મળી શકશે લોન
- પ્લમ્બર,ઇલેક્ટિશિયન જેવા નાના વેપારીઓને મળશે લોન
આત્મનિર્ભર હેઠળ 1 લાખના લોનની સહાય આપશે
આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે લોન અપાશે. જેમાં સરકાર દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવાશે. જ્યારે ગ્રાહકને માત્ર 2 ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે. સાથે જ 6 મહિના બાદ લોનના EMI શરૂ થશે.
કેટલા રૂપિયા સુધીની લોન મળશે?
ઉપર લિન્ક ક્લિક કરો લોન ની તમામ વિગત માટે