સુવિધા / કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે આ લાભ, પરિપત્ર વાંચી આનંદનું મોજુ ફરી વળ્યું.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે કેન્દ્ર સરકારે તેના અધિકારીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી છે. જેમાંથી ઘણા એવા કર્મચારીઓઓ છે જે વિવિધ કેન્દ્રિય મંત્રાલયો અને વિભાગોમાં આઉટસોર્સ પોલિસી હેઠળ કામ કરે છે. કોરોના ચેપથી બચવા માટે તે અન્ય કર્મચારીઓની જેમ ઘરેથી કામ કરી શકે છે.
- કેન્દ્ર સરકારના કર્મચારીઓને પણ વર્ક ફ્રોમ હોમ આપશે
- ક્ન્દ્ર સરકારને વર્ક ફ્રોમ હોમના કર્મચારીઓને વેતન ચૂકવશે
- સરકારનો પરિપત્ર વાંચી કર્મચારીઓમાં આનંદની લાગણી
જોકે શરુઆતમાં એ સ્પષ્ટ કરવામાં નહોતું આવ્યું કે તેમને લોકડાઉન દરમિયાન 'ઘરેથી કામ' કરવાનું વળતર મળશે કે કેમ. ત્યારે કાર્મચારીઓની ચિંતા હતી કે તેમને પગાર નહીં મળે. હવે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગએ સ્પષ્ટ કર્યું છે કે લોકડાઉન દરમિયાનમાં આઉટસોર્સ કરેલા કર્મચારીઓની ડ્યૂટીને ધ્યાનમાં લેવામાં આવશે. કાયમી કર્મચારીઓની જેમ તેઓને પણ પગાર મળશે.
ઉલ્લેખનીય કે 23 માર્ચે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા હેઠળ કેન્દ્ર સરકારના મંત્રાલયો, વિભાગો, સંગઠનો, કાયદાકીય અને સ્વાયત્ત શાખાઓને ઘરેથી કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આ વિભાગોમાં ઘણા કર્મચારીઓ પણ હતા જેઓ આઉટસોર્સ નીતિ હેઠળ કાર્યરત હતા.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
હાલમાં પણ ઘણા કામદારો કોરોનાથી બચવા પોતાના ઘરે રહ્યા હતા. તેઓ ઓફિસ દ્વારા જે કામ મળતું તેઓ તેને તેમના ઘરેથી સંભાળતા હતા. લોકડાઉન દરમિયાન આ કર્મચારીઓને પગાર ભથ્થા મળશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ આદેશ નહોતો. 22 મેના રોજ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા આવા તમામ હંગામી કર્મચારીઓને ખાતરી આપવામાં આવી હતી કે તેઓ લોકડાઉન દરમિયાન ફરજ પર ગણવામાં આવે. આ માટે જે પણ પગાર ભથ્થા નક્કી કરવામાં આવે છે. તે તેમને મળશે