ગાંધીનગર / શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, આ તારીખથી શરૂ થશે કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા.
રાજ્યના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 જૂનથી યુનિવર્સિટીની પરીક્ષાઓ યોજાશે. Ugc guidelines અનુસાર યુજીની ટર્મિનલ ફાઇનલ સેમિસ્ટર વર્ષની પરીક્ષાઓ આગામી 25 જૂન 2020થી અને પી જીની પ્રથમ વર્ષ અને ટર્મિનલ ફાઇનલ સેમેસ્ટરની પરીક્ષાઓ પણ તારીખ 25 june થી યોજવાનો મહત્વપૂર્ણ નિર્ણય શિક્ષણ વિભાગે લીધો હોવાનું શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જણાવ્યું છે. પરીક્ષાનો સમય ગાળો બે કલાકનો તથા જરુર જણાયે મલ્ટીપલ શિફ્ટમાં રાખી શકાશે તથા પરીક્ષાઓ તાલુકા કક્ષાએ,સ્થાનિક કક્ષાએ પરીક્ષા કેન્દ્ર રાખવામાં આવશે.
- રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
- 25 જૂનથી શરૂ થશે યુનિવર્સિટીની પરીક્ષા
- UGCની ગાઈડલાઈન પ્રમાણે યોજશે પરીક્ષા
ચુડાસમાએ એમ પણ જણાવ્યું છે કે જો કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ સામાન્ય ન થાય અને સોશિયલ distance નું પાલન શક્ય બને તેમ ન હોય તો તે સંજોગોમાં ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર બે, ચાર,છના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકન અને બાકીના 50% ગુણ previous સેમેસ્ટરના ગુણના આધારે આપવાના રહેશે જેને મેરીટ લીસ્ટ તરીકે ઓળખવામાં આવશે.
વિદ્યાર્થી પોતાના ગ્રેડ માં સુધારવા ઇચ્છે તો તે આગામી પરીક્ષામાં વિશેષ પરીક્ષા આપી શકશે
અગાઉના સેમેસ્ટરના ગુણ ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં જેમાં વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ છે તેવા કિસ્સામાં આંતરિક મૂલ્યાંકનના આધારે સો ટકા મૂલ્યાંકન કરવાનું રહેશે. જો વિદ્યાર્થી પોતાના ગ્રેડ માં સુધારો કરવા ઈચ્છે તો તે આગામી સેમેસ્ટરમાં લેવાનાર પરીક્ષામાં વિશેષ પરીક્ષા પણ આપી શકશે.
2019 -20માં કોઇપણ વિષયમાં નાપાસ થયેલ
કોઈ વિષયમાં વિદ્યાર્થી નાપાસ થયેલ હોય તો પણ વર્ષ 2019 -20 માટે તે વિદ્યાર્થીને કેરી ફોરવર્ડ કરીને બઢતી આપવાની રહેશે તથા આગામી સેમેસ્ટરમાં પરીક્ષા યોજાય ત્યારે તે વિષયમાં વિદ્યાર્થીએ ઉત્તીર્ણ થવાનું રહેશે .
ACPCસિવાયના એડમિશન તારીખ 15 june 2020થી શરૂ
acpc સિવાયના એડમિશન તારીખ 15 june 2020થી શરૂ થશે. પ્રવેશ માટે ઉપલબ્ધ સીટમાંથી 90 ટકા સીટ માટે એડમિશન હાલમાં આપવામાં આવશે. બાકીના 10 ટકા એડમિશન સીબીએસસી અને બાકીના બોર્ડના પરિણામ જાહેર થયેથી august 2020 માં કરવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહના કોર્સના પ્રવેશ ફોર્મ તારીખ 26 may 2020 થી ઓનલાઈન યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવશે.
સેમેસ્ટર-1 એક ઓગસ્ટથી થશે શરૂ
શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સેમેસ્ટર 3,5 અને 7 નું શૈક્ષણિક કાર્ય 21 જૂન 2020 થી શરૂઆતમાં ઓનલાઈન પદ્ધતિથી કરવામાં આવશે. કોરોના મહામારીની પરિસ્થિતિ પૂર્ણ કે અનુકૂળ થાય પછી જ ફિઝિકલ ક્લાસ ચલાવવામાં આવશે. સેમેસ્ટર-1 તારીખ 1 august 2020 શરૂ કરાશે. Acpc કોર્સ માં લેવાયેલ અભ્યાસક્રમો માટે તારીખ 30 -7 2020 ના રોજ ગુજસેટ લેવામાં આવશે. તેને ધ્યાને લઇ પ્રવેશ માટેનું કેલેન્ડર તૈયાર કરાશે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું રાખવાનું રહેશે ધ્યાન
કોરોના મહામારી દરમિયાન પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ને લગતી વિદ્યાર્થીઓની મૂંઝવણ કે તેમના પ્રશ્નો માટે યુનિવર્સિટીએ અલાયદા સેલની રચના કરવાની રહેશે. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું છે કે પરીક્ષા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝર અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અંગેની પૂરતી કાળજી લેવાની રહેશે.