દાવો / ગુજરાતમાંથી કોરોનાની સારવાર માટે વિશ્વમાં સૌપ્રથમ વખત અનોખી પદ્ધતિ રજૂ કરાઈ, સરકારની મંજૂરી.
સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં વેક્સિનની શોધમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાતથી ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની સૌથી જુની અને પ્રતિષ્ઠિત જામનગર આર્યુવેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. હિતેષ જાનીએ દાવો કર્યો છે કે પંચગવ્યની આર્યુવેદ ટ્રિટમેન્ટથી કોરોનાના દર્દી 15 દિવસમાં સ્વસ્થ થઈ શકે છે. આ અનુસંધાને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડૉ. હિતેષ જાનીએ રજુ કરેલાં ક્લિનિકલ ટ્રાયલ રિપોર્ટને પણ મંજુરી આપી છે. આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આવનાર સમયમાં ગુજરાત સહિત અન્ય રાજ્યના કોરોનાના દર્દીઓ પર પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટથી સારવાર કરવામાં આવશે.
- કોરોનાને નાથવા આર્યુવેદ ટ્રિટમેન્ટ શ્રેષ્ઠ વિકલ્પ, ગુજરાતના ડૉક્ટરને આરોગ્ય મંત્રાલયની મંજૂરી
- કોરોનાની વેક્સિન પહેલાં ગુજરાતના ડૉ. હિતેષ જાનીનો દાવો, આર્યુવેદથી 15 દિવસમાં કોરોના મટી શકે
- હજારો વર્ષ જુની ભારતીય આર્યુવેદ પ્રણાલીથી કોરોના દર્દીની ટ્રિટમેન્ટ શક્ય, વેક્સિનની જરૂર નથી
આરોગ્ય મંત્રાલયની આર્યુવેદ મુજબ ટ્રિટમેન્ટ કરવાની મંજુરી
ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોનાની દવા અને વેક્સિન માટે મથી રહી છે ત્યારે ભારતની હજારો વર્ષ જુની આર્યુવેદ પ્રણાલી આ મહામારીમાંથી આપણને ઉગારી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ડૉ. હિતેષ જાનીએ આર્યુવેદની ગાય આધારિત પંચગવ્ય ટ્રિટમેન્ટનો એક ક્લિનિકલ રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય કામધેનું આયોગને સોંપ્યો હતો. જે રિપોર્ટમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની ટ્રિટમેન્ટ અને કોરોન્ટાઈન લોકોની પ્રિટ્રિટમેન્ટનું સંપૂર્ણ વર્ણન છે.
પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટથી 15 દિવસમાં કોરોના દર્દી સાજા થઈ શકે
ડૉ. હિતેષ જાનીએ VTVની ટીમ સાથે વાત કરતાં જણાવ્યું છે કે, ભારતીય દેશી ગાય આધારિત પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટથી કોરોના પોઝિટિવ દર્દી 15 દિવસમાં સ્વસ્થ થઈ શકવાનો દાવો છે. તેમણે કહ્યું કે મેં અને મારી આર્યુવેદ ડૉક્ટરોની ટીમે હજારો વર્ષ જુની ભારતીય આર્યુવેદ પદ્ધતિમાંથી આ ટ્રિટમેન્ટ તૈયાર કરી છે. આર્યુવેદમાં વાયરલ ડિસિઝની બધી જ સંપૂર્ણ ટ્રિટમેન્ટ વર્ણવાયેલી છે. અમે કેન્દ્ર સરકારની સાયન્ટિફિક એડવાઈઝરી કમિટિને પણ આ મુજબ રિપોર્ટ રજૂ કર્યો જેની તેમણે મંજુરી આપી દીધી છે.
એલોપેથી ટ્રિટમેન્ટ કરતાં પણ વધુ સારા પરિણામ મળશે
ડૉ. જાનીએ વધુમાં ઉમેર્યું કે પંચગવ્ય ટ્રિટમેન્ટમાં ભારતીય દેશી ગાયના દૂધ, ઘી, દહીં, ગૌમૂત્ર અને ગૌમય સ્વરસ (છાણ) એમ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરાયો છે. આર્યુવેદિક દવાઓ મુજબની આ પ્રકારની ટ્રિટમેન્ટ ભારતમાં સૌ પ્રથમ વખત થશે, જેમાં દર્દીને સૌ પ્રથમ 2-3 દિવસ આ દવાઓ આપવમાં આવશે, જ્યારે કુલ 15 દિવસ આ ટ્રિટમેન્ટ ચાલશે. જેનો દ્વારા કોરોના પોઝિટિવ દર્દી સિસ્ટેમેટીક રીતે તેના ડોઝ આપવામાં આવે તો ઉત્તરોતર રીતે વાયરસની સંખ્યા ઓછી થવા માંડે છે અને ઈમ્યુનિટિ સિસ્ટમ ગેઈન થઈ જાય છે. પંચગવ્યની આ દવાઓનો અમે પાવડર બનાવી દીધો છે જે દૂધમાં મિક્સ કરી પી શકાશે, જેને દર્દી સામાન્ય રીતે લઈ શકશે. અમારો દાવો પણ છે એલોપેથી ટ્રિટમેન્ટ કરતાં ડૉક્ટરોની તાપસ પણ કરી શકે છે. જેમાં તેમને એલોપેથી ટ્રિટમેન્ટ કરતાં વધુ પરિણામ મળશે.
ગુજરાત સહિત 4 રાજ્યોમાં પ્રયોગ કરાશે
પંચગવ્ય આર્યુવેદ ટ્રિટમેન્ટ અંગે VTV સાથે વાત કરતાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનું આયોગ ચેરમેન વલ્લભભાઈ કથિરિયાએ જણાવ્યું કે, આયોગના પ્રયત્નોથી આ ટ્રિટમેન્ટને સરકારે માન્યતા આપી છે. શરૂઆતમાં ગુજરાત સહિત વર્ધા, હૈદ્રાબાદ, પૂને અને જોધપુરમાં આ પ્રયોગ કરાશે. આ ક્લિનિકલ ટ્રાયલ સાબિત કરશે કે એલોપેથી કરતાં મુળ ભારતીય આર્યુવેદ વિજ્ઞાન શ્રેષ્ઠ સાબિત થશે.
આરોગ્ય વિભાગ પણ આર્યુવેદ ટ્રિટમેન્ટની સાથે
ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ VTV સાથે આ મુદ્દે વાત કરતાં જણાવ્યું હતું કે અમે આર્યુવેદ ટ્રિટમેન્ટ પર ભાર મૂકી રહ્યા છીએ. આયુષ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ આર્યુવેદ ટ્રિટમેન્ટનો ઉપયોગ દર્દીઓ પર કરી રહ્યા છીએ અને પંચગવ્ય ટ્રિટમેન્ટ પણ પ્રયોગ કરીશું. અમે આશાવંત છીએ કે આ ટ્રિટમેન્ટથી વધુમાં વધુ દર્દીઓને સાજા કરી શકીશું.
કોરોના પોઝિટિવ થતાં અટકવા આ પ્રયોગ મહત્વનો
આ ઉપરાંત ડો. જાનીના જણાવ્યા અનુસાર સૂંઠના યોગ્ય પ્રયોગથી કોરોન્ટાઈનમાં રહેલાં દર્દીઓ પોઝિટિવ થતાં અટકી શકે છે તેવો દાવો કર્યો હતો. ડૉ.જાનીની ટીમ દ્વારા ગુજરાતમાં સૌથી વધુ NRI જ્યાં આવ્યા હતા તેવા કચ્છના માધાપર જે કન્ટેનમેન્ટ ઝોન હતો તેમાં 5000 લોકો પર આ પ્રયોગ સફળ રીતે કરાતાં પોઝિટિવ દર્દીઓ ડિટેક્ટ થયા ન હતા. આ સાથે રાજકોટના જંગ્લેશ્વરમાં પણ 2000 લોકો પર સૂંઠનો પ્રયોગ કરાયો છે.