અગ્રિકાંડ / સુરતમાં તક્ષશિલા
અગ્રિકાંડની પ્રથમ વરસી,
મૃતક બાળકોના પરિવાર હજુ પણ ન્યાયની રાહમાં...
|
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે
સુરતમાં એક વર્ષ પહેલા અગ્રિકાંડની આજે પ્રથમ વરસી છે. આજે પણ અગ્રિકાંડના
દ્રશ્યો સામે આવતાં કાળજુ કંપી ઉઠે છે. શહેરના તક્ષશિલા અગ્રિકાંડમાં 22 બાળકોના
મૃત્યું થયા હતા. આ અગ્રિકાંડે રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. એક સાથે 22
બાળકોના મોતથી રાજ્યમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું. જો કે આજે એક વર્ષ પુર
થયું હોવા છતાં હજુ પણ મૃતક બાળકોના પરિવારો ન્યાય માટે ઝંખે છે.
|
સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડની આજે
પ્રથમ વરસી
હજુ પણ પરિવાર ન્યાયની જોઈ રહયા છે
રાહ
કસૂરવાર દોષિતોને હજુ પણ નથી મળી સજા
સુરતના તક્ષશિલા અગ્નિકાંડને આજે એક
વર્ષ પૂર્ણ થયો છે. એક વર્ષ વિત્યા બાદ
પણ હજુ સુધી પરિવાર ન્યાયની રાહ જોઈ રહ્યા છે. અગ્નિકાંડના દોષિતોને હજુ સુધી
સજા મળી નથી.
આ ઘટના મામલે ફાયર ઓફિસર, મનપા અધિકારીઓ,
બિલ્ડર, ટ્યુશન કલાસીસ સંચાલકની પોલીસે
ધરપકડ કરી હતી. એક વર્ષ વિત્યા બાદ હજુ
પણ 14 આરોપીઓ સામે ચાર્જફ્રેમ પેન્ડિંગ છે.
|
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
શું થયું અગ્નિકાંડ બાદ ?
આ તક્ષશિલા અગ્નિકાંડ ઘટનાને પગલે બે
બિલ્ડરોની ધરપકડ થઈ હતી. સુરત મનપાના અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં હતી. બે
બિલ્ડર હરસુલ વેકરિયા અને જીગ્નેશ પાઘડાળની ધરપકડ થઈ હતી. મનપાના કર્મચારીઓને
સસ્પેન્ડ કરાયા હતા. બે ફાયર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. સુરતના
મોટેભાગના ડોમ અને ગેરકાયદે બાંધકામ દૂર કર્યા હતા. અલગ અલગ વિભાગના કુલ 10
કર્મચારીઓની ધરપકડ થઈ હતી.
|