લૉકડાઉન / ગુજરાત માટે મોટા સમાચાર, રાજ્ય સરકાર કરી શકે છે આટલા કરોડનું પેકેજ જાહેર : સૂત્ર.
સમગ્ર દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. તો કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારે અર્થતંત્રને થયેલા નુકસાનને બુસ્ટર ડોઝ આપવા માટે સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ 5 હજાર કરોડનું આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે..
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સચિવ હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ રાજ્ય સરકારને સોંપેલા રિપોર્ટના આધારે નિર્ણય લેવાઇ શકે છે.
મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી ચર્ચા
આપને જણાવી દઇએ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવી આપત્તિને અવસરમાં પલટવાની ગુજરાતની ખૂમારી ફરી ઝળકાવે તેવું આહવાન કર્યુ છે.તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરશ્રીઓ, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ પણ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ પેકેજ અંગે પણ કરાઇ ચર્ચા
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં 3.50 લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે. MSME એકમોને કોલેટરલ ફ્રી લોન આપવાની પણ ભારત સરકારે જાહેરાત કરી છે તેનો મહત્તમ લાભ ગુજરાતના MSME એકમોને મળે તે માટે તેમણે બેન્કર્સને પ્રો-એકટીવ થવા સૂચન કર્યુ હતું.
ગુજરાતમાં ૩૩ લાખથી વધુ MSME ઉદ્યોગો
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દ્વારા દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી મળે છે તેમજ આવા MSME એકમોનો રિકવરી રેટ ૯પ ટકાથી પણ વધારે છે.
તેમણે બેન્કર્સને એવો પણ અનુરોધ કર્યો કે, રિઝર્વ બેન્કે રેપોરેટ ઘટાડયો છે તેમજ લીકવીડીટી (તરલતા) ફેસિલીટી વધુ વ્યાપક બનાવી છે ત્યારે રાજ્યના MSME એકમોને પણ વધુ સરળતાએ લોન-સહાય મળે તો આપણે વિકાસની રફતાર વેગવંતી બનાવી શકીશું. મુખ્યમંત્રીશ્રીએ MSME કમિશનરેટ, સિંગલ વિન્ડો સિસ્ટમ વગેરે દ્વારા બેન્ક અને MSME વચ્ચે સરકાર સેતુરૂપ બનશે એમ પણ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસે આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો.

- ઉદ્યોગોને રાહત આપવા માટે રાજ્ય સરકારની તૈયારીઓ
- રાજ્ય સરકાર 5 હજાર કરોડનું આર્થિક પેકેજ કરી શકે છે જાહેર
- ઉદ્યોગ અને કૃષિ સેક્ટરને અપાઇ શકે છે રાહત