ભાવનગર / કેરી સુંઘવાથી સંક્રમણની શક્યતા વધી જાય છે, પાલિકાએ વેપારીઓના આરોગ્યની ચકાસણી શરૂ કરી.

કેરી સુંઘીને ન ખરીદવા આરોગ્ય વિભાગની લોકોને અપીલ કરી
ફ્રુટ, શાકભાજી અને કરિયાણાના વેપારીઓને ત્યાં ખરીદી માટે લોકોની ભીડ જમા થતી હોય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવતું હોવા છતાં સંક્રમણનું માધ્યમ બની શકે તેમ હોવાથી મહાનગરપાલિકાની ટીમે વેપારીઓની આરોગ્ય ચકાસણી હાથ ધરી છે. એટલું નહીં કેરીના વેચાણ દરમિયાન કેરી સુંઘવાના કારણે સંક્રમણ વઘી શકે છે, તેની ગંભીરતા સમજાવી ગ્રાહકોને કેરી સુંઘવા ન દેવી જોઈએ તેમ પણ આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે અને ભાવનગરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓના આરોગ્યની ચકાસણીની કામગીરી ચાલી રહી છે.