ચૂંટણી / ભુપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ રદ્દ થતાં રાજ્યસભાના ગણિતમાં થશે આ ફેરફાર.

ગુજરાત સહિત દેશભરમાં હાલતો રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ધોળકા બેઠકની ચૂંટણી ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ્દ થતા તેમનુું ધારાસભ્ય પદ રદ્દ થયેલું ગણાય ત્યારે હવે રાજ્યસભાની ચૂંટણી જીતવા માટેનું ગણિત ફેરવાઈ જાય છે. ભાજપનો એક મત ઓછો થતાં કોંગ્રેસના આ લાભદાયી નીવડી શકે છે.
શું આવશે રાજ્યસભાની ચૂંટણીમાં ફેરફાર
શું આવશે રાજ્યસભાની ચૂંટણીમાં ફેરફારભૂપેન્દ્રસિંહના વિરૂદ્ધમાં ચૂકાદાથી રાજ્યસભાની ચૂંટણી પર અસર થશે . MLA પદ રદ થાય તો ભાજપનો એક મત ઓછો થશે. ભુપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ્દ રદ્દ થતા રાજ્યસભાના ગણિતમાં ફેરફાર થશે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો એક મત ઓછો છે. ભાજપ પાસે 102 ધારાસભ્ય રહ્યા છે. કોંગ્રેસ પાસે 68 અને 1 અપક્ષ ધારાસભ્ય છે.
શું હતી ઘટના અને શું આવ્યો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો આપ્યો છે. 2017ની ધોળકા વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઈ હતી. જેને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે 2017ની વિધાનસભા ચૂંટણીને રદ જાહેર કરી છે..જેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વિરુદ્ધ ચુકાદો આવ્યો છે.
ભુપેન્દ્રસિંહ 2017ની ચૂંટણીમાં 327 મતોની પાતળી સરસાઇથી વિધાનસભાની ચુંટણીમાં ધોળકા બેઠક પર જીત મેળવી હતી. તેની સામે અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે.
અશ્વિન રાઠોડે એવો આક્ષેપ કર્યો છે કે, મતગણતરી વખતે ગણતરીમાં બેલેટ પેપરની ગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી છે, આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ્દ કરવાનો નિર્ણય ગેરકાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ્દ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.
હાઈકોર્ટના ચૂકાદાને લઈને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
કોર્ટનો ચુકાદો અમારા માટે આઘાતજનક છે. સુપ્રીમ કોર્ટમાં અમે કાયદાકિય રીતે અપીલ કરીશું. અમે ભુપેન્દ્રસિંહની સાથે છીએ. ભુપેન્દ્રસિંહને જે રીતે જરૂર પડે અમે સમર્થન કરીશું. હાઈકોર્ટના ચૂકાદાનો અભ્યાસ ચાલી રહ્યો છે. વકીલોની સલાહ પ્રમાણે ભૂપેન્દ્રસિંહ આગળ કામ કરશે. હાઈકોર્ટના ચૂકાદાને અમે SCમાં પડકારીશું. પ્રથમ તબક્કે MLA પદ રદ ગણાય તેવુ વકીલોનું અવલોકન છે.
અમિત ચાવડાએ પણ આપી પ્રતિક્રિયા
અશ્વિનભાઈએ મક્કમતાથી ન્યાયાલય પર વિશ્વાસ રાખીને લડ્યા. સરકાર ખોટી રીતે અર્થઘટન કરી તેમના માણસોને બચાવવા માટે પ્રયાસ ન કરે. કાયદાનું સંપૂર્ણ પણે અમલ થાય તેવી આશા રાખીએ છીએ. હાઈકોર્ટનો ચુકાદો છે તેની અમલદારી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટના ચુકાદા બાદ ભુપેન્દ્રસિંહે રાજીનામું આપી દેવું જોઈએ. હાઈકોર્ટે પોતે ચૂંટણી પ્રક્રિયાને ખોટી ગણાવી છે. પ્રજાના મતે તમે ચૂંટાયા નથી, વિજેતા ખોટી રીતે જાહેર કરાયા છે ત્યારે પદ પર ન રહેવું જોઈએ. સરકાર પણ ન્યાયાલયની પ્રક્રિયાને સન્માન આપવું જોઈએ. મુખ્યમંત્રીએ ભુપેન્દ્રસિંહને રાજીનામું આપવા કહેવું જોઈએ. રાજ્યસભાની ચૂંટણી હાલ સ્થગિત કરાઈ છે.

- રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો એક મત ઓછો
- ભાજપ પાસે 102 ધારાસભ્ય રહ્યા
- કોંગ્રેસ પાસે 68 અને 1 અપક્ષ ધારાસભ્ય