કોરોના સંકટ / સિવિલ હોસ્પિટલની બેદરકારીઃ એક દર્દી થયા ગુમ, બીજામાં અંતિમ સંસ્કાર બાદ પરિવારને કરાઇ કોરોનાની જાણ.

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલને લઇને જાણે વિવાદ પીછો ન છોડતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે નહીં પહોંચ્યા. જેને લઇને પરિવારે મહિલાના ગુમ થવાની પોલીસ ફરિયાદ કરી છે.
સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલી મહિલા ઘરે ન પહોંચ્યાનો આક્ષેપ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેદરકારીનું ઘર બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બિ દિવસ પહેલા 70 વર્ષના વૃદ્ધા હોસ્પિટલમાંથી ગુમ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચેલી જોવા મળી હતી. જો કે હજુ આ મામલો શાંત થયો નથી ત્યાં ફરી સિવિલ હોસ્પિટલને લઇને વિવાદ સામે આવ્યો છે.
જેમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે પહોંચ્યા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલી મહિલા ઘરે ન પહોંચ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સિવિલમાંથી ઉષા દાંતનીયા નામની મહિલા લાપતા થઇ છે. તેમના પરિવારે મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ અગાઉ 70 વર્ષની મહિલા ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો હતો.જો કે લાપત્તા થયેલી મહિલાના પરિવારે ગુમ થવાની પોલીસને ફરિયાદ કરી છે.

- અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી
- એક દર્દીના અંતિમ સંસ્કાર બાદ કોરોનાની કરાઇ જાણ
- બીજા કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ ન પહોંચ્યા ઘરે
સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલી મહિલા ઘરે ન પહોંચ્યાનો આક્ષેપ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેદરકારીનું ઘર બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બિ દિવસ પહેલા 70 વર્ષના વૃદ્ધા હોસ્પિટલમાંથી ગુમ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચેલી જોવા મળી હતી. જો કે હજુ આ મામલો શાંત થયો નથી ત્યાં ફરી સિવિલ હોસ્પિટલને લઇને વિવાદ સામે આવ્યો છે.
જેમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે પહોંચ્યા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ ડિસ્ચાર્જ થયેલી મહિલા ઘરે ન પહોંચ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
સિવિલમાંથી ઉષા દાંતનીયા નામની મહિલા લાપતા થઇ છે. તેમના પરિવારે મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ અગાઉ 70 વર્ષની મહિલા ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો હતો.જો કે લાપત્તા થયેલી મહિલાના પરિવારે ગુમ થવાની પોલીસને ફરિયાદ કરી છે.
✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤