ધરતીકંપ / વેરાવળ,ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં અનુભવાયા ભૂકંપના આંચકા, સ્થાનિકો ઘરની બહાર દોડ્યા.

એક તરફ ગુજરાતમાં કોરોના વાયરસ નામની મહામારી બેકાબૂ બની છે ત્યારે સૌરાષ્ટ્રના વેરાવળ- સોમનાથ સહિત ગીર સોમનાથ જિલ્લામાં ભૂંકપની આંચકા અનુભવાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. આ આંચકા બપોરે 3.36 કલાકે અનુભવાયા હતા.
- વેરાવળ સહિત ગીર-સોમનાથમાં ભૂંકપના આંચકા
- સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા
- કોઇ જાનહાની નહીં
ભર મધ્યાને અચાનક ધરતી ધ્રજી ઉઠતા સ્થાનિકોના જીવ પડીકે બંધાયા હતા અને તાત્કાલિક અસરથી બધા ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભૂંકપને પગલે કોઇ જાનહાની થઇ હોય તેવી કોઇ ઘટના બની નથી.
પોરબંદરની ધરા પણ ધ્રુજી
ઉલ્લેખનીય છે કે, પોરબંદરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 3.36 કલાકે આંચકા અનુભવાતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. માંગરોળથી 44 કીમી સાઉથ ઈસ્ટમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.
જૂનાગઢમાં પણ ભૂંકપનો આંચકો
આપને જણાવી દઇએ કે, જૂનાગઢમાં પણ ભૂકંપના આંચકાનો અહેસાસ થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ હતી અને સ્થાનિક ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 મપાઇ છે.
થોડા દિવસ પહેલા બનાસકાંઠામાં મોડી રાતે અનુભવાયા હતા આંચકા
બનાસકાંઠામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અચાનક રાત્રીના ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો. જેને લઈ લોકો ઘરની બહાર દોડી આવ્યા.