લોકડાઉન / શ્રમિકો ગુજરાતમાં જ રોકાય જશે તો લોટરી લાગશે! માલિકો ડબલ પગાર અને એડવાન્સ લોન દેવાં તૈયાર.

કોરોના લોકડાઉનના સમયમાં મોટા ભાગના લોકો કોઈને કોઈ પ્રકારે વ્યથિત છે ત્યારે શ્રમજીવીઓ કે કારીગરોના નસીબના દ્વાર ખુલી રહ્યા છે લોકડાઉનની પરીસ્થીતિમાં કારીગરો હાથમાંથી નીકળી ના જાય અને તેના વતન ભેગા ના થઈજાય તેના માટે ફેક્ટરી માલિકો એ હવે કારીગરો અહીં ગુજરાતમાં જ રોકાઈ જાય તેના માટે કારીગરોને ડબલ પગાર અને એડવાન્સમાં લોન આપવાનું શરૂ કર્યું છે.
લોકડાઉનમાં ઔદ્યોકિક એકમો શરૂ થઇ જશે તો મજૂરો અને નાના રોજમદારોની સમસ્યા હાલ થઇ જશે એવી ધારણા હતી જે ખોટી સાબિત થઇ છે ઉદ્યોગો તો શરૂ થઇ ગયા છે પરંતુ મુશ્કેલીનો અંત આવ્યો નથી. કેમકે હવે મજૂરો મળતાં નથી, બાકી જે અહીં રહ્યાં છે તે મજૂરો વતન જવા માટે નીકળે નહિ તે માટે ઔદ્યોગિક એકમોના માલિકો મજૂરોને એડવાન્સમાં ઉપાડ -લોન આપવા તૈયાર થયા છે.
એટલુંજ નહિ પણ કોન્ટ્રેક્ટ પર રહેલા કારીગરોના પગાર પણ ડબલ કરી રહ્યા છે. મજૂરો અહીં રોકાશે નહી તો એકમ બંધ થઇ જવાની ભીતિ વચ્ચે મજબૂરીમાં પણ ફેક્ટરી માલિકો કેટલાક નિર્ણયો લઇ રહ્યા છે.
જોકે ઉદ્યોગકારો માટે અત્યારે અનેક ચેલેન્જ છે જેવી કે ટ્રાન્સપોર્ટેશન પૂરતા પ્રમાણમાં શરૂ થયું નથી. મજૂરો રોકાઈ રહે તે માટે તેમની તમામ શરતોનું પાલન કરવું પડે છે. રો મટિરિયલના ભાવ વધી ગયા છે તેથી જરુરી કાચોમાલ વધુ પૈસા ચૂકવીને પણ ખરીદ કરવો પડે છે. ક્યારેક આખી ટ્રક નો માલ તૈયાર થયો ના હોઈને માલ કેવી રીતે મોકલવો તે પણ સમસ્યા છે

- શ્રમજીવીઓ જો અહીં રોકાઈ જશે તો લાગશે લોટરી
- એડવાન્સમાં લોન આપવાનું શરૂ, કારીગરોના પગાર ડબલ કરાયાં