લૉકડાઉન / ગુજરાત સરકારે જાહેર કરી કન્ટેનમેન્ટ ઝોનની યાદી, જાણો ક્યા વિસ્તારોનો સમાવેશ થયો.
દેશમાં કોરોના મહામારી વચ્ચે ગઇકાલે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે અનલોક-1 નામથી ગાઇડલાઇન જાહેર કરીને દેશમાં લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રજાજોગ સંદેશ આપીને ગુજરાતના તમામ સ્થળે બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ તેમણે રાજ્યમાં છૂટછાટ અંગેની પણ જાહેરાત કરી છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી. જો કે, આ યાદીમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારનો સમાવેશ કરવામા આવ્યો નથી. તેની અલગ યાદી જાહેર કરવામાં આવી છે.
રાજ્ય સરકારે જાહેર કરી કન્ટેનમેન્ટ ઝોનની યાદી
અમદાવાદના 7 વોર્ડમાં કુલ 46 કન્ટેઇનમેન્ટ ઝોનમાં કરાયો સમાવેશ
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કન્ટેનમેન્ટ ઝોનની યાદીમાં રાજ્યમાં કુલ 933 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખાસ કરીને અમદાવાદના 7 વોર્ડમાં કુલ 46 કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજ્યના આ તમામ કન્ટેનમેન્ટ ઝોનની વિગત નીચે પ્રમાણે છે.