સુવિધા / દીવ અને ગીર સોમનાથ માટે સારા
સમાચાર, જેની
રાહ જોવાતી હતી એ સેવા કાલથી શરૂ થશે.
|
દેશમાં લોકડાઉનની વચ્ચે 25મેથી ફ્લાઇટ શરૂ થઈ રહી છે. જેને લઇ 65 ટકા એરલાઈન્સનું બુકિંગ થયું છે. જો કે આ બુકિંગમાં એરલાઇન્સ કંપની અને પ્રવાસીઓએ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહશે. ત્યારે દીવ અને ગીર સોમનાથ માટે સારા સમાચાર આવ્યા છે. આવતીકાલથી મુંબઈથી દીવ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટ માટે આજથી જ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યારે દીવથી દમણ પવનહંસ હેલિકોપ્ટર સેવા પણ શરૂ થશે.
|
ગુજરાતના એરપોર્ટ્સ પર પણ આવતીકાલ 25 મેના રોજથી ફ્લાઇટ ઉડાન ભરશે. જેમાં દીવ, અમદાવાદ, સુરત સહિતના જિલ્લાઓ સામેલ છે. ત્યારે દીવથી મુંબઈ વચ્ચે ફ્લાઇટ શરૂ થશે. જ્યારે અમદાવાદથી પણ વિવિધ ફ્લાઇટ ઉડાન ભરશે.
25 મેના રોજ અમદાવાદથી વિવિધ ફ્લાઈટ ઉડાન ભરશે
અમદાવાદમાંથી પણ આવતીકાલથી અનેક ફ્લાઇટ ઉડાન ભરશે. જેમાં અમદાવાદથી દિલ્હી, અમદાવાદથી મુંબઈ, અમદાવાદથી ચેન્નાઈ, અમદાવાદથી હૈદરાબાદ અને અમદાવાદથી બેંગલોર માટે કાલથી ફ્લાઇટ ઉડાન ભરશે. આ સમયે તમામ મુસાફરોને માસ્ક અને ગ્લોઝ ફરજિયાત પહેરવાના રહશે. પ્રવાસી એરપોર્ટમાં પ્રવેશ કરશે તેની સાથે જ પ્રવાસીનું થર્મલ ગનથી સ્કેનિગ કરવામાં આવશે અને ત્યારબાદ જ ફ્લાઇટમાં બેસવા દેવાશે. જો કે પ્રવાસીને કોરોના કોઈ લક્ષણ દેખાશે તો ફ્લાઇટમાં બેસવા દેવામાં નહીં આવે.
વિદેશી ઉડાનો માટે ગાઇડલાઇન જાહેર
વિદેશી ઉડાનો મામલે કેન્દ્ર સરકારે કહ્યું છે કે, મુસાફરોને 14 દિવસ ફરજિયાત ક્વોરોન્ટાઈન રખાશે, 7 દિવસ ક્વોરોન્ટાઈન થવા પર નાણા ચૂકવવા પડશે. અન્ય 7 દિવસ મુસાફરોએ હોમક્વોરોન્ટાઈન રહેવા સુચન કરાયું છે. લક્ષણ દેખાવા પર હોસ્પિટલનો સંપર્ક કરવા નિર્દેશ અપાયા છે.
|
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે