નિર્ણય / કોરોના સંકટને પગલે દેશના આ રાજ્યે ગુજરાત સહિત પાંચ રાજ્યોથી આવતા મુસાફરો પર લગાવ્યો પ્રતિબંધ.
કોરોના વાયરસની મહામારીને ધ્યાને લેતા સાવચેતીના ભાગ રુપે કર્ણાટકે પાંચ રાજ્યોની સાથે 'ટ્રાન્સપોર્ટ' ને હાલ પુરતો રોકવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણથી બચાવને લઇને આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે. કર્ણાટકે તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દરેક પ્રકારની યાત્રા પર હાલ પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- કર્ણાટકે પાંચ રાજ્યોની સાથે 'ટ્રાન્સપોર્ટ' ને હાલ પુરતો રોકવાનો નિર્ણય લીધો
- કર્ણાટકે તમિલનાડુ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતા મુસાફરો પર પ્રતિબંધ મુક્યો
આ પાંચ રાજ્યોમાં કોરોના વાયરસના દર્દીઓની મોટી સંખ્યામાં છે. આ નિર્ણય બાદ કોઇપણ ફ્લાઇટ, ટ્રેન અથવા અન્ય વાહનોને મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી કર્ણાટકમાં પ્રવેશ કરવાની મંજૂરી નહીં મળે.
દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રથી સામે આવ્યા છે. અહીં 56,948 લોકો કોરોના વાયરસના શિકાર બન્યા છે અને રાજ્યમાં 1897 લોકોને વાયરસના કારણે જીવ ગુમાવવો પડ્યો છે.
મહારાષ્ટ્રમાં આ સમયે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 37,133 છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 15,195 (એક્ટિવ કેસ 6708) છે. કર્ણાટકના પાડોશી રાજ્ય તમિલનાડુમાં કોરોના વાયરસ સક્રમણના અત્યાર સુધીમાં સામે આવેલા કેસોની સંખ્યા 18,545 છે. મધ્યપ્રદેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 7261 અને રાજસ્થાનથી 7703 કેસ સામે આવ્યા છે.
ભારતની વાત કરવામાં આવે તો અહીં કોરોના વાયરસના કેસ ઝડપથી વધતા જઇ રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કુલ આંકડા દોઢ લાખને પાર પહોંચી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી જાહેર આંકડા મુજબ, ભારતમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 1,58,333 થઇ ગઇ છે. જ્યારે દેશમાં કોરોનાથી કુલ 4531 લોકોના મોત થયા છે. ગત 24 કલાકમાં કોરોનાના 6566 નવા કેસ સામે આવ્યા છે અને 194 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે