કોરોનાનો ક પણ ન જાણતા કીડની સ્પેશ્યાલિસ્ટો દર્દીઓની કરી રહયા છે સારવાર, આ તો એક્સપરિમેન્ટ છે જીવ જાય તો દર્દીનો જવાનો છે.
આજકાલ ઇન્ટરનેટ ડેટા એટલો સસ્તો થઇ ગયો છે કે યુટયૂબથી બધુ શીખી શકાય છે પણ જો ડોકટર અને નર્સ યુટ્યૂબ પરથી પીપીઇ કીટ કેમ પહેરવી તે શીખે તો દર્દીની સારવાર કેવી થાય તે સમજી લેવાનું. એમાં પણ કિડની વિભાગના ડોકટર અને નર્સ જેને કોરોના વિષે કોઇ તલસ્પર્શી જ્ઞાન ન હોય તેને એક સેમિનાર સમજાવીને ત્યારબાદ જોતરી દેવાયા છે કોવિડ પેશન્ટની સારવાર કરવા માટે.
તંત્રએ અમદાવાદના કિડની હોસ્પિટલના ડોકટર્સ અને નર્સને ધંધે લગાવી દીધા
એક સેમિનાર ભરવાનો અને ત્યારબાદ કહી દેવાનું કે જાવ લાગી જાવ દર્દીઓની સારવારમાં. આ તો એવું થયું કે પુસ્તક વાંચીને સ્વીમીંગ કરવા જેવી વાત છે. ત્યારપછી પુસ્તક પાણીમાં તરતું હોય અને પાર્ટી તળીયે પહોંચી ગઇ હોય. પણ અહીંયા તો અખતરો પોતાના પર નથી કરવાનો પણ સામેના દર્દી પર કરવાનો છે. જેમાં જોખમ તો સામેવાળા એટલે કે દર્દીને થવાનું છે ને. બસ જાણે આવા જ વિચાર સાથે તંત્રએ અમદાવાદના કિડની હોસ્પિટલના ડોકટર્સ અને નર્સને ધંધે લગાવી દીધા છે. કિડની વિભાગના ડોકટર અને નર્સને કોરોનાની સારવાર પદ્ધતિનું કોઇ વિશેષ નોલેજ ન હોવા છતા માત્ર એક સેમિનારમાં અધકચરી માહિતી આપીને કામે લગાવી દેવાયા છે.
મુક નર્સને પીપીઇ કીટ પહેરતા પણ બરાબર નથી આવડતી
સામાન્ય દિવસોમાં અમદાવાદની કિડની હોસ્પિટલમાં આ ડોકટર્સ અને નર્સ કિડનીના રોગો, કિડની ટ્રાન્સપ્લાન્ટ તેમજ પથરીની સારવાર કરતા હોય છે…તેમને પોતાના નિષ્ણાંત ક્ષેત્રમાંથી ઉઠાવીને કોરાનાની સારવારમાં લગાવી દેવામાં આવે તે કેટલું યોગ્ય છે. જે બાદ પરિસ્થિતી એવી સર્જાઇ છે કે ડોકટર તો ઠીક પણ અમુક નર્સને પીપીઇ કીટ પહેરતા પણ બરાબર નથી આવડતી. જેથી નર્સ યુટયૂબમાં પીપીઇ કીટ કેમ પહેરવી તે શીખતી હોવાની માહિતી મળી છે. કંઇ વાંધો નહીં, કીટ પહેરતા પણ આવડી જશે. અને સારવાર કરતા પણ આવડી જશે. આમ પણ આપણે ત્યાં કોની પાસે કોરોનાનું વિશિષ્ટ જ્ઞાન છે.

- કોરોના આ વિષય પર લગભગ બધા પાસે છે એક સરખું જ્ઞાન
- પણ આમ છતા દર્દી પર થોડા કરી શકાય અખતરા ?
- કોરોનાની સારવાર પદ્ધતિ ન જાણનારા ડોકટર્સ નર્સ જ સારવાર કરે તો શું આવે પરિણામ ?
- તંત્રની બલિહારી કિડની વિભાગના ડોકટર નર્સને લગાવાયા કોરોનાની સારવાર માટે