સૌથી મોટો ઘટસ્ફોટ: અમદાવાદમાં સિનિયર ડોક્ટરોનો ખતરનાક ખેલ લોકોને રોજ મોતના મોંમા ધકેલી રહ્યો છે.

સમગ્ર દેશમાં ગુજરાત મોડેલની દુહાઈ દઈ ગુજરાત મોડેલનો વિકાસના મોડેલ તરીકે ઢંઢેરો પીટવામાં આવી રહ્યો છે ત્યારે આજે કોરોના વાઇરસમાં સપડાયેલું ગુજરાત જ ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની પ્રજાના વિનાશનું મોડેલ કેમ બન્યું તેની સ્ફોટક અને સનસનાટીપૂર્ણ માહિતી બહાર આવી છે. દેશનાં બીજાં રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્ર પછી ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક વધવા માટે અને અમદાવાદની પ્રજાને મોતના મોંમાં ધકેલવા માટે અમદાવાદની બે મોટી સાર્વજનિક હોસ્પિટલોના સિનિયર ડોક્ટરો દ્વારા અપનાવામાં આવેલી પોતાની જાતને સુરક્ષિત રાખવાની અમાનવીય ગેઇમ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની પ્રજાને બચાવી લેવા માટે ગુજરાત સરકાર પાસે નથી કોઈ ગ્ષ્ટિ કે નથી કોઈ દૂરદર્શિતા. આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ગુજરાત આવનારા દિવસોમાં ઇટાલી, ફ્રાંસ કે સ્પેનની જેમ હજારો લોકોના મૃત્યુનું રાજ્ય બની જશે. લાગે છે કે ગુજરાતની વર્તમાન રાજ્ય સરકાર પાસે કોરોનાથી રાજ્યને બચાવવા કોઈ સૂઝ કે યોગ્ય માર્ગદર્શન ના હોઈ સિનિયર ડોક્ટરો અને તેમના દ્વારા દોરવાતી રાજ્ય સરકાર જ સમગ્ર ગુજરાતને મૃત્યુના મોંમાં ધકેલી રહી છે.
પ્રાપ્ત થતી આધારભૂત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાની બીમારીથી મૃત્યુદર વધી રહ્યો છે તે માટે અમદાવાદ શહેરની બે મોટી સાર્વજનિક હોસ્પિટલો (૧) એસવીપી હોસ્પિટલ અને (૨) સિવિલ હોસ્પિટલમાં માત્ર દબદબો ભોગવતા સિનિયર ડોક્ટરો દ્વારા ખેલાયેલો પોતાની જાતને બચાવવાનો ખતરનાક અને સ્વાર્થી ખેલ જ જવાબદાર છે.
વાત એમ છે કે કોરોનાના મોટાભાગના દર્દીઓને આ હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવે છે પરંતુ આ બંને હોસ્પિટલો સાથે જોડાયેલા સિનિયર ડોક્ટરોએ કોરોનાના દર્દીઓને જુનિયર ડોક્ટર્સ એટલે કે એમ.ડી. કે એમ.એસ.નો અભ્યાસ કરી રહેલા રેસિડેન્ટ ડોક્ટરોના જ ભરોસે છોડી દીધા છે.
ચોંકાવનારી માહિતી એ છે કે આ કારણથી જ અમદાવાદ શહેરમાં જુનિયર ડોક્ટરો જ કોરોનાના ચેપથી બીમાર પડતા હોવાના કેસો વધી રહ્યા છે , જ્યારે એક પણ સિનિયર ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો જ નથી. ખરું કારણ એ છે કે આ બંને હોસ્પિટલના સિનિયર ડોક્ટરો કોરોના દર્દીઓના વોર્ડમાં જતા જ નથી. આ સિનિયર ડોક્ટરો પોતાની જાતને બચાવવા કોરોના વોર્ડથી દૂર રહે છે.
ગુજરાતમાં ભણવાની સાથે ફરજ બજાવી રહેલા જુનિયર રેસિડેન્ટ ડોક્ટરોની વય ૨૫થી ૩૦ વર્ષની વચ્ચે છે. આ યુવાનો જ દર્દીઓની સારવાર કરતાં કરતાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બને છે. આ બંને હોસ્પિટલોનાં ડેટા કઢાવવામાં આવે તો ૫૦ વર્ષથી વધારે વયના એક પણ ડોક્ટરને કોરોના પોઝિટિવ થયો નથી, કારણ સ્પષ્ટ છે કે સિનિયર ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવાર માટે કોરોના વોર્ડમાં જતા જ નથી.
એ જ રીતે ગુજરાતના સત્તાધારી પક્ષના ગાંધીનગરમાં બેઠેલા નેતાઓને કોરોના વાઇરસની બીમારી વિશે અને સિનિયર ડોક્ટરોની ગેઇમ વિશે પૂરતી જાણકારી નથી. સરકાર સાથે ઘરોબો અને હિત ધરાવતા મુઠ્ઠીભર તબીબો આ નેતાઓને ગેરમાર્ગે દોરી કેટલીક ગેરસમજો ફેલાવી રહ્યા છે. દા.ત. કેટલાક સિનિયર તબીબો સરકારને એવું સમજાવી રહ્યા છે કે કોરોના વાઇરસ અનેક દેશોમાં ફરતો ફરતો આવ્યો હોઈ તે અહીં એલ ટાઇપનો થઈ ગયો છે તેથી તે વધુ જીવલેણ છે.
સરકારને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરતાં કેટલાક સિનિયર મોસ્ટ તબીબો એ વાત ભૂલી જાય છે કે કોરોના વાઇરસ એલ ટાઇપનો થઈ ગયો હોય તો તે શું ગુજરાતમાં જ આવ્યો ? અમદાવાદમાં જ કેમ આવ્યો ? દિલ્હી, પૂના, બેંગ્લુરુ કે ચેન્નાઈમાં કેમ ના ગયો ? એકલા અમદાવાદમાં જ આટલા બધાં મોત કેમ ? એલ-ટાઇપનો કોરોના વાઇરસ બીજાં શહેરોમાં કેમ ના ગયો? આવી છેતરપિંડીવાળી વાત નેતાઓને ઠસાવી દેવામાં આવે છે.
મીડિયાએ અમદાવાદની એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં જઈને તપાસ કરી તો આ હોસ્પિટલોના સ્ટાફ પાસેથી માહિતી મળી કે, અમારા સિનિયર ડોક્ટરો કોરોના વોર્ડની અંદર આવતા જ નથી અને કોરોનાના દર્દીને હાથ પણ લગાડતા નથી. તેઓ બહાર ઊભા રહી અમને સૂચના આપી જતા રહે છે.
ગુજરાતના સ્વાસ્થ્યની ચિંતા કરનારાં વર્તુળોની માગ છે કે આ બંને હોસ્પિટલોના કોરોના વોર્ડસમાં સીસીટીવી કેમેરા લગાડવા જોઈએ અને તેનું મોનિટરિંગ મુખ્યમંત્રીની તથા આરોગ્ય મંત્રીની કચેરીમાં થવું જોઈએ. આમ થશે તો જ ખબર પડશે કે કોરોનાના દર્દીઓના વોર્ડમાં સિનિયર ડોક્ટર્સ આવે છે કે કેમ? અને નથી આવતા તો આ દર્દીઓને કોણ તપાસે છે અને તેમની સારવાર કોણ કરે છે.
હકીકત એ છે કે આ બંને હોસ્પિટલના સિનિયર ડોક્ટરોએ પોતાની જાતને સુરક્ષિત રાખીને શીખાઉ અને ભણતા જુનિયર ડોક્ટરોને કોરોના જેવી ભયંકર બીમારીવાળા દર્દીઓની સારવાર માટે ધકેલી દીધા છે. આ બધું જ સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે તો સ્પષ્ટ થઈ જશે. એ જ રીતે કોરોનાના કેટલાંક દર્દીઓ ડોક્ટરો અને નર્સો પર થૂંકે છે. એ લોકો પણ પકડાઈ જશે. કેટલાંક કહેવાતા નિષ્ણાતો સીસીટીવી કેમેરા લગાડવાથી દર્દીઓની પ્રાઈવસી ખતમ થઈ જશે એવી દલીલ કરીને તેઓ સિનિયર ડોક્ટરોની ગેરહાજરી છતી ના થઈ જાય તેવા પ્રયાસો કરવામાં વ્યસ્ત છે. રાજ્ય સરકાર ધૃતરાષ્ટ્રની જેમ આ ખતરનાક ખેલ સામે મૌન છે, અથવા તો બેધ્યાન છે.
રાજ્ય સરકારને પણ ગમે તે કારણસર સિનિયર ડોક્ટરોને બચાવવામાં રસ છે. અહીં દર્દીના જીવન-મરણનો પ્રશ્ન છે. ત્યારે પ્રાઇવસીનો પ્રશ્ન ક્યાંથી આવ્યો તે વાત સરકાર પણ સમજતી નથી. સિનિયર ડોક્ટરોના આ ખેલના કારણે આ બે હોસ્પિટલોમાં ૧૫૦થી ૨૦૦ જેટલા રેસિડેન્ટ ડોક્ટરો પોતાના જાનની બાજી લગાવીને કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
સિનિયર ડોક્ટરોનું એક બીજું પણ કૌભાંડ બહાર આવ્યું છે તે રાજ્ય સરકારે અને ગુજરાતની પ્રજાએ જાણી લેવાની જરૂર છે. વાત એમ છે કે કોરોનાના દર્દીઓને કવોરન્ટાઇન કરવા માટે આ સમરસ હોસ્ટેલની વ્યવસ્થા ઊભી કરેલ છે પરંતુ આ હોસ્ટેલમાં જે લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી તેમને અહીં રાખવામાં આવે છે અને આ બંને મોટી સાર્વજનિક હોસ્પિટલોના સિનિયર ડોક્ટરોએ અહીં તેમનું પોસ્ટિંગ કરાવી દીધું છે. જ્યાં કોરોનાના પોઝિટિવ કેસ છે જ નહીં ત્યાં સિનિયર ડોક્ટરોનું શું કામ છે ? અહીં તેમની જરૂર જ નથી.
તેમની જરૂર તો કોરોનાના પોઝિટિવ કેસો છે ત્યાં છે. ત્યાં તેમને જવું નથી કારણ કે સિનિયર- ડોક્ટરોને પોતાને ચેપ ના લાગે તેથી તેઓ ત્યાંથી દૂર રહેવા માગે છે અને જ્યાં કોરોના પોઝિટિવ કેસો નથી ત્યાં પોસ્ટિંગ લઈ લીધું છે. જેમને ટ્રીટમેન્ટની જરૂર જ નથી ત્યાં સિનિયર ડોક્ટરોનું શું કામ છે? રાજ્ય સરકાર આ બાબતની તપાસ કરે અને આવા સિનિયર ડોકટરો સામે પગલાં ભરે તે જરૂરી છે.
હવે કોરોનાના દર્દીઓને લાગે વળગે છે ત્યાં સુધી અહીં ચાર પ્રકારના તબીબોની જરૂર છે. (૧) જનરલ મેડિસિનના નિષ્ણાત એમ.ડી. (૨) પલ્મોનોલોજિસ્ટ (૩) ઇન્ટેસિવીસ્ટ અને (૪) એનેસ્થેટીસ્ટ. આ તબીબોની સારવારની જરૂર કોરોનાના દર્દીને રહે છે એના બદલે ચામડી, આંખ, ગાયનેક કે ઓર્થોપેડિક ભણતા રેસિડેન્ટ ડોક્ટર્સને કોરોનાના વોર્ડમાં મોકલી આપવામાં આવ્યા છે. આંખ કે સ્ત્રીઓના દર્દનું ભણતો જુનિયર ડોક્ટર કોરોના દર્દીની શું સારવાર કરશે? ચામડીના દર્દના ડોક્ટરને વેન્ટિલેટર લગાડવાનો પણ અનુભવ હોતો નથી. સિનિયર ડોક્ટરોએ આવી અન્ય ફેકલ્ટીના જુનિયર ડોક્ટરોને કોરોનાના વોર્ડમાં મૂકી દઈ કોરોનાથી પીડાતા દર્દીઓના જીવન સાથે મોતનો ખેલ ખેલ્યો છે અને આ કારણથી જ અમદાવાદમાં કોરોનાનો મૃત્યુદર ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે અને હવે તે ખતરનાક હદે પહોંચી શકે તેમ છે.
ગુજરાત સરકારે કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા બે બીજા ઉચ્ચ આઇએએસ અધિકારીઓને મેદાનમાં ઉતાર્યા છે પણ આ બંને અધિકારીઓ પણ સિનિયર ડોક્ટરોના આ ભયંકર ખેલ વિશે જાણતા નથી. આ નવા અધિકારીઓએ આવતાની સાથે જ રાતોરાત હુકમ કર્યો કે શહેરની ડિસ્પેન્સરીઓ અને નાની નાની હોસ્પિટલો તાત્કાલિક ખોલી નાંખો. એમ નહીં કરનાર તબીબનું લાઇસન્સ રદ કરવામાં આવશે.
આવો હુકમ કરનાર અધિકારીઓને એ વાતની ખબર જ નથી કે નાની હોસ્પિટલ કે ડિસ્પેન્સરી શરૂ કરવા માટે કંપાઉન્ડર, નર્સ અને હોસ્પિટલ સાફ કરવા સફાઈ કામદાર પણ જોઈએ. અત્યારે અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ છે, તો મણિનગર રહેતો કંપાઉન્ડર વસ્ત્રાપુર કેવી રીતે જશે ? સ્વીપર જ નહીં આવે તો હોસ્પિટલ કે ડિસ્પેન્સરી ગંદા જ રહેશે અને આવનાર પેશન્ટનું શું થશે? આવનારો દર્દી બીજો રોગ લઈને ઘેર જશે.
ગુજરાતમાં કોરોનાથી મૃત્યુ પામનાર લોકોના મૃત્યુદર વધવાની પાછળ આ સિનિયર ડોક્ટરોની પોતાની જાતને બચાવવાની મેલી રમત જ જવાબદાર છે. આ અંગે રાજ્ય સરકાર સિનિયર ડોક્ટરો સામે સમયસર પગલાં લઈ તેમને કામે નહીં લગાડે તો ગુજરાત આખું મૃત્યુના ખપ્પરમાં હોમાઈ જશે.
વિશ્વ આખું ડોક્ટરોને ભગવાન માને છે. આજે જુનિયર ડોક્ટરો ભણતાં ભણતાં પોતાના જાનની બાજી લગાવીને કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે તેમના સાહેબો અને સિનિયર ડોક્ટરો સલામતી શોધવા સુરક્ષા કવચમાં સંતાઈ ગયા છે. આ અમદાવાદની અને ગુજરાતની પ્રજા સાથેનો અને સરકાર સાથેનો ભયંકર દ્રોહ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આ પ્રકારનું કૃત્ય જે પ્રજા માટે ઘાતક છે અને પોતાની ફરજનિષ્ઠા ચૂકી સરકારને ગેરમાર્ગે દોરતા તે પ્રજાદ્રોહ ગણાવી શકાય. તો આવા સિનિયર ડોક્ટરો સામે કામ ચલાવી તેમની તબીબી પ્રેક્ટિસ કરવાનું લાઇસન્સ રદ કરવું જોઈએ.