કોરોનાનાં લીધે આ દેશમાં મૃતદેહો દફનાવા જગ્યા ઓછી પડી – લાશો રસ્તે મુકવા લોકો મજબૂર.
|
કોરોના વાયરસે અત્યારે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે, પરંતુ બ્રાઝિલ હવે આનું નવું કેન્દ્ર બનતુ જઇ રહ્યું છે. દક્ષિણ અમેરિકી આ દેશ કોરોના કેસનાં મામલે રશિયાને પાછળ છોડતા આખી દુનિયામાં બીજા નંબર પર પહોંચી ગયો છે. છેલ્લા 48 કલાકમાં ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ખતરનાક વધારો થયો છે. તમે આની ગંભીરતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે બ્રાઝિલમાં ફક્ત 24 કલાકમાં જ આ મહામારીનાં કારણે 1179 લોકોનાં મોત થયા છે.
|
12 મેનાં એક જ દિનસમાં 881 લોકોનાં થયા હતા મોત
બ્રાઝિલમાં સ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે ત્યાંનાં સૌથી મોટા કબ્રસ્તાનમાં પણ આ મૃતદેહોને દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. કેટલાક લોકો પોતાના સંબંધીઓનાં મૃતદેહો રસ્તાઓ અને કબ્રસ્તાન બહાર છોડીને જઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ત્યાં 12 મેનાં ફક્ત એક દિવસમાં 881 લોકોનાં જીવ ગયા હતા.
બ્રાઝિલમાં અત્યાર સુધી 20541 લોકોનાં મોત થયા
બ્રાઝીલમાં અત્યાર સુધી 319069 કોરોના સંક્રમિત કેસની પુષ્ટિ થઈ ચુકી છે, જ્યારે આ મહામારીનાં કારણે 20541 લોકોનાં મોત થયા છે. ત્યાં એટલા ઝડપી કોરોનાથી મોત થઈ રહ્યા છે કે હવે કબ્રસ્તાનમાં મૃતદેહો દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. અધિકારીઓ પ્રમાણે બ્રાઝિલમાં હજુ વધારે સ્થિતિ ખરાબ થઈ શકે છે. બ્રાઝિલનાં સાઓ પાઉલોમાં લેટિન અમેરિકી દેશોનું સૌથી મોટું કબ્રસ્તાન છે, જેનું નામ વિલા ફોર્મોસા છે.
|
એક મૃતદેહ દફનાવે ત્યાં 15 નવા આવે છે
આ કબ્રસ્તાનમાં મૃતદેહો દફનાવનારા કર્મચારી 8 કલાકની જગ્યાએ હવે 12 કલાક ડ્યૂટી કરી રહ્યા છે, તેમ છતા તમામ મૃતદેહોને દફન કરવાનું કામ પૂર્ણ થઈ રહ્યું નથી. કર્મચારીઓ પ્રમાણે જ્યાં સુધી તેઓ એક મૃતદેહને દફનાવે છે ત્યાં સુધી 15 નવા મૃતદેહો આવી જાય છે. હવે ત્યાં રાતમાં પણ મૃતદેહો દફનાવાનું કામ ચાલું છે. કેટલાક લોકો સંબંધીઓની લાશોને દફનાવવા માટે રાહ જુએ છે તો કેટલાક લોકો મૃતદેહોને રસ્તા અને કબ્રસ્તાનની બહાર છોડીને પણ જતા રહે છે.
|
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે
|