માસ્ક પહેર્યું હશે છતાં લોકો તમારો ચહેરો જોઈ શકશે, જુઓ આ નવા માસ્કની ખાસિયત.
પારુલ મહાડિક | સુરત, લોકડાઉનના કારણે નાના ધંધા વ્યવસાયમાં મોટી ખોટ આવી છે. ખાસ કરીને લગ્નસરામાં કોરોનાનું ગ્રહણ લાગતા સૌથી માઠી અસર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી બિઝનેસને પણ પડી છે. સુરતના ફોટોગ્રાફર્સે યુનિક રસ્તો અપનાવી આત્મનિર્ભર બનવા નવો જ નુસખો અપનાવીને ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેઓ ફોટો ફેસ માસ્ક બનાવી રહ્યાં છે અને તેને પ્રસિદ્ગી પણ મળી રહી છે. આમ પણ લોકો હવે ચીલાચાલુ માસ્કથી કંટાળી ગયા છે. લોકો માસ્કમાં પણ કંઈ નવીનતા શોધી રહ્યા છે આ જ કારણથી માર્કેટમાં ખાદી માસ્ક, ડિઝાઈનર માસ્ક, મેચિંગ માસ્ક આવી ગયા છે. આ ફોટો માસ્કનો ફાયદો એ છે કે તેને પહેર્યા બાદ કોઈ ઓળખી પણ નહીં શકે કે વ્યક્તિએ માસ્ક પહેર્યું છે કે નહીં!
આ માટે વ્યક્તિના ફોટાનો અડધો ભાગ લઈને માસ્ક તૈયાર કરવામાં આવે છે તે પછી તેને 3D ઇફેક્ટ આપવામાં આવે છે. માસ્કમાં વપરાતું કપડું પણ વોશેબલ હોય છે અને શ્વાસ લેવામાં પણ કોઈ તકલીફ પડતી નથી. હાઇજીન કહી શકાય એવા આ માસ્કની ડિમાન્ડ ધીરે ધીરે વધી રહી છે.