બેદરકારી / અમદાવાદમાં કોરોનાના દર્દીનો મૃતદેહ BRTS બસ સ્ટોપ પરથી મળી આવ્યો, CM રૂપાણીએ આપ્યા તપાસના આદેશ.
અમદાવાદમાં ફરી એકવાર વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીને બસમાં ઘરે મોકલાયો હતો. જે દર્દીને બસમાં મોકલ્યો તેનો મૃતદેહ BRTS સ્ટેન્ડ પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે આખરે CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા અને આવી ઘોર બેદરકારી કેમ થઈ તે વિશે 24 કલાકમાં રિપોર્ટ સોંપવાના પણ આદેશ કર્યા હતા.
દાણીલીમડા BRTS સ્ટેન્ડ પાસેથી મૃતદેહ મળ્યો હતો. 14મેના રોજ દર્દીને હોમ આઈસોલેશન માટે રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી દર્દીને BRTS બસમાં રવાના કરવામાં આવ્યા હતો. બસમાંથી ઉતર્યા બાદ દર્દીનું બસ સ્ટેન્ડે આકસ્મિક મૃત્યુ થયું હતું. મૃતદેહ માટે પ્લાસ્ટિક પણ પરિવારજનો પાસે મંગાવાયું હતુ. વોર્ડબોયે મૃતદેહ પર દવા છાંટવાના રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. શબવાહિની ન મળતા પરિવારજનો ઉંચકીને મૃતદેહને સ્મશાને લઈ ગયા હતા.
ભાજપના નેતા ગિરીશ પરમારે CM રૂપાણીને રજૂઆત કરી હતી. ગિરીશ પરમારની રજૂઆત બાદ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. CM રૂપાણીએ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને તપાસ સોંપી છે. તપાસનો અહેવાલ 24 કલાકમાં રજૂ કરવાનો આદેશ અપાયો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાના CM રૂપાણીએ આદેશ આપ્યા છે.
સળગતા સવાલ

- અમદાવાદના દાણીલીમડામાંથી કોરોનાના દર્દીની લાશ મળવાનો મામલો
- લાશ મળવાના મામલે CM રૂપાણીએ તપાસના આપ્યા આદેશ
- પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને સમગ્ર મામલે તપાસ સોંપાઈ
દાણીલીમડા BRTS સ્ટેન્ડ પાસેથી મૃતદેહ મળ્યો હતો. 14મેના રોજ દર્દીને હોમ આઈસોલેશન માટે રજા અપાઈ હતી. હોસ્પિટલમાંથી દર્દીને BRTS બસમાં રવાના કરવામાં આવ્યા હતો. બસમાંથી ઉતર્યા બાદ દર્દીનું બસ સ્ટેન્ડે આકસ્મિક મૃત્યુ થયું હતું. મૃતદેહ માટે પ્લાસ્ટિક પણ પરિવારજનો પાસે મંગાવાયું હતુ. વોર્ડબોયે મૃતદેહ પર દવા છાંટવાના રૂપિયા લીધા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. શબવાહિની ન મળતા પરિવારજનો ઉંચકીને મૃતદેહને સ્મશાને લઈ ગયા હતા.
ભાજપના નેતા ગિરીશ પરમારે CM રૂપાણીને રજૂઆત કરી હતી. ગિરીશ પરમારની રજૂઆત બાદ CM રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. CM રૂપાણીએ પૂર્વ આરોગ્ય અગ્ર સચિવ જે.પી.ગુપ્તાને તપાસ સોંપી છે. તપાસનો અહેવાલ 24 કલાકમાં રજૂ કરવાનો આદેશ અપાયો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાના CM રૂપાણીએ આદેશ આપ્યા છે.
સળગતા સવાલ
- તંત્ર દ્વારા દર્દીઓને કેમ ઘરે સુધી પહોચાડવામાં આવતા નથી?
- દર્દીઓને રજા આપતા સમયે પરિવારને કેમ જાણ કરાતી નથી?
- BRTSમાં દર્દીને મોકલતા સમયે પરિવારને કેમ જાણ ન કરાઈ?
- કોરોનાના દર્દીના મોતનું જવાબદાર કોણ?
- અમદાવાદમાં તંત્ર કેમ પોતાની જવાબદારીથી છટકે છે?
- દર્દીઓની સંભાળ રાખવામાં તંત્ર નિષ્ફળ?