Corona Cases in Arvalli Dist 25 new positive cases in same day.
અરવલ્લી જિલ્લામાં Corona વિસ્ફોટ, એકી સાથે આટલા નવા પોઝિટીવ કેસ.

અરવલ્લી જિલ્લામાં કોરોના (Corona) પોઝિટીવ દર્દીઓનો વિસ્ફોટ થયો છે. અરવલ્લી જિલ્લા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે જ્યાં એક જ દિવસમાં ૨૫ કોરોનાના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો. અક જ સાથે આટલા કોરાનાના કેસ આવવાના કારણે જિલ્લા પ્રસાશન દોડતું થઈ ગયું. મોડાસા, ટીંટોઈ, શામપુર, સુરપુરમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત લીંભોઇ, અમલાઈ, શોભાયડા, ધનસુરામાં પણ કોરોનાના કેસ આવવાના કારણે અચાનક જાણે અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેવું લાગી રહ્યું છે.
કોરોના કહેર વચ્ચે કેટલાક વિસ્તારો ખૂબ જ ભયજનક છે જ્યાં છુપી રીતે પણ કોરોનાનો ભય રહેલો છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે દેશ સહિત રાજ્યમાં કોરોના સંક્રમણને તાત્કાલિક અટકાવવા ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે રાજ્યના જિલ્લાઓને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજીત કરેલા છે. રાજ્યમાં ઓરેન્જ અને રેડ ઝોનના જિલ્લાઓના વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ, બફર ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. રાજ્યમાં 31 જિલ્લા અને 6 મહાનગર પાલિકા વિસ્તારોમાં કન્ટેન્ટમેન્ટ ઝોનની આખી યાદી જાહેર કરી છે. તો ચાલો જાણીએ આ યાદીમાં ક્યાંક તમારા વિસ્તારનુ નામ તો નથી ને!
✤✤ Updates on Telegram Channel : Click Here ✤✤