સવાલ / ગુજરાતમાં આ હોસ્પિટલોએ મફત અથવા ટોકન ભાડે જમીન મેળવી હવે COVID-19ની સારવારમાં ચાર્જ.
કોરોના સંકટ વિશ્વને હંફાવી રહ્યુ છે ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલને લઈને સરકારને સવાલ કર્યા હતા. ખાનગી હોસ્પિટલોને જમીન તો દાનમાં કે રાહત દરે અથવા નજીવા ભાવે મળે છે તો હવે તે સરકારના કહ્યામાં કેમ નથી? કેન્દ્ર સરકારને રાજ્ય સરકારો પાસેથી ખાનગી હોસ્પિટલોનું લિસ્ટ અને આ સવાલનો જવાબ રજૂ કરવા કહ્યુ છે. ત્યારે અમદાવાદની પણ કેટલીક હોસ્પિટલો રાહત દરે જમીન મેળવીને સેવા કરવામાં પીછેહટ કરી રહી છે.
કોરોનાની સારવારને લઈને ખાનગી હોસ્પિટલ દ્વારા લોકો પાસે બેફામ રૂપિયા વસૂલવામાં આવે છે.આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે ખાનગી એને કોર્પોરેટર હોસ્પિટલને લઈને સરકાર પાસે સવાલ કર્યો છે. જો સરકાર દ્વારા મફત અને ટોકન ભાડાથી જમીન ફાળવવામાં આવે છે, ત્યારે હાલની પરિસ્થિતિમાં શું હોસ્પિટલો દર્દીઓને મફત અથવા રાહત દરે સારવાર આપી શકતી નથી. આ મામલે અમદાવાદ મનપા દ્વારા પણ ચાર્જ નક્કી કરવામાં આવ્યા હોવા છતાં કેટલીક હોસ્પિટલો દ્વારા તેનું પાલન ન થતુ હોવાના પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
આ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ હોસ્પિટલની યાદી તૈયાર કરવાના આદેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારને એક અઠવાડિયામાં સુપ્રીમ કોર્ટમાં આ મામલે જવાબ રજૂ કરવાનો આદેશ કરાયો છે.
અમદાવાદની કેટલીક એવી હોસ્પિટલો જેમને જમીન સાવ મફત દરે ફાળવાઈ છે
મહત્વનું છે કે, અમદાવાદની જીવરાજ મહેતા, રાજસ્થાન હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ, GCS હોસ્પિટલની જમીન સરકાર દ્વારા મફત અથવા ટોકન ભાડાથી ફાળવવામાં આવી છે. કેટલાક કિસ્સાઓમાં સરકાર દ્વારા હોસ્પિટલોને સ્ટેમ્પ ડ્યૂટી અને FSIમાં પણ રાહત આપવામાં આવેલી છે. કરોડો રૂપિયાની જમીન મેળવતી આ હોસ્પિટલો કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે મફત સારવાર ન આપી શકે તેને લઈને સવાલ થઈ રહ્યા છે.
AMCના રેટ, કઈ સર્વિસનો કેટલો ચાર્જ?
સર્વિસઃ વોર્ડ
સિલિંગ રેટઃ 10 હજાર
ખાલી બેડઃ 720
દર્દી સાથે બેડઃ 4500
સર્વિસઃ HDU (હાઈ ડિપેન્ડન્સી યુનિટ)
સિલિંગ રેટઃ 14 હજાર
ખાલી બેડઃ 1080
દર્દી સાથે બેડઃ 6750
સર્વિસઃ આઈસોલેશન+ICU
સિલિંગ રેટઃ 19 હજાર
ખાલી બેડઃ 1440
દર્દી સાથે બેડઃ 9000
સર્વિસઃ વેન્ટિલેશન+આઈસોલેશન+ICU
સિલિંગ રેટઃ 23 હજાર
ખાલી બેડઃ 1800
દર્દી સાથે બેડઃ 11,250
હોસ્પિટલ અને કોવિડ બેડની વિગત
જીવરાજ મહેતા હૉસ્પિટલ
જમીનઃ કોર્પોરેશને આપી હતી
કોવિડ બેડઃ 100
રાજસ્થાન હોસ્પિટલ
જમીનઃ રાહત દરે મળી જમીન
કોવિડ બેડઃ 25
સ્ટર્લિંગ હોસ્પિટલ
જમીનઃ રાહત દરે મળી જમીન
કોવિડ બેડઃ 100
એપોલો હોસ્પિટલ
જમીનઃ સરકારી જમીન
કોવિડ બેડઃ 50
GCS હોસ્પિટલ
જમીનઃ 1 રૂપિયાના ભાડા પેટે
કોવિડ બેડઃ 180
સળગતા સવાલ
હોસ્પિટલ સામે સરકારનું કડક વલણ કેમ નહી?
મફતમાં જમીન મળ્યા બાદ પણ વસૂલે છે રૂપિયા?
હોસ્પિટલ કરશે ફ્રીમાં સારવાર?
બેફામ વસૂલતા રૂપિયા પર લાગશે રોક?

- કોરોનાની સારવાર મુદ્દે સુપ્રીમકોર્ટ સરકાર પર આકરી થઈ
- જે હોસ્પિટલને મફતમાં જમીન આપી તે કેમ મફતમાં સારવાર ન કરે?
- સુપ્રીમકોર્ટે સરકારને આવી હોસ્પિટલની યાદી બનાવવા કહ્યું