HCના આદેશ પછી ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર, ખાનગી હોસ્પિટલમાં કોરોના દર્દી વિશે લીધો મહત્વપૂર્ણ નિર્ણય.
ગુજરાતમાં જ્યાં ૨૦ કે તેથી વધુ પથારીઓ હોય તેવા તમામ ખાનગી હોસ્પિટલો, નર્સિંગ હોમમાં ૫૦ ટકા પથારીઓ કોવિડ-૧૯ના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે અનામત રાખવી પડશે. એટલુ જ નહી, આવી હોસ્પિટલોમાં રિર્ઝવ બેડમાં સરકારે નક્કી કરેલા દરે હવેથી સારવાર આપવા ફરજીયાત બની રહેશે. તેવો આદેશ બુધવારે મોડી રાતે સરકારે છે.
કોવિડ- ૧૯ મહામારી સંદર્ભે ઉઠેલી ફરિયાદો, રજૂઆતો અને અખબારી અહેવાલોને સુઓમોટો લઈને ગુજરાત હાઈકોર્ટે રાજ્યની સરકારને કેટલાક દિશાનિદર્શો આપ્યા છે. હાઈકોર્ટે ૨૨મી મેના રોજ કરેલા હુકમને પગલે રાજ્ય સરકારને આરોગ્ય કમિશનરેટ મારફતે પરિપત્ર કરવાની ફરજ પડી છે. અધિક નિયામકની સહી સાથે બુધવારે મોડી રાતે થયેલા પરિપત્રમાં કહેવાયુ છે કે, કોરોના- કોવિડ-૧૯ની મહામારીની સ્થિતિમાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે ૧૩મી માર્ચથી ગુજરાતમાં ધી એપેડેમિક ડિસિઝ એક્ટ- ૧૮૯૭નું નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ શરૂ કરાવ્યો છે.
આ નોટિફિકેશનથી મળેલી સત્તાની રૂએ ગુજરાતમાં તમામ ખાનગી હોસ્પિટલ કે નર્સિંગ હોમ કે જ્યાં ૨૦ કે તેથી વધુ પથારીઓ ધરાવતી હોય તેમને સુચના આપવામાં આવે છે કે, કોવિડ-૧૯ના દર્દીઓને સારવાર માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે ખાનગી દવાખાના, હોસ્પિટલોની પથારી પૈકી ૫૦ ટકા પથારી સરકાર દ્વારા નક્કી કરાયેલા દર મુજબ સારવાર માટે ઉપલબ્ધ કરાવવાની રહેશે.
આ માટે જરૂરી તમામ આગોતરૂ આયોજન કરવા સુચનાઓ આપવામાં આવે છે. ઉપરોક્ત બાબતે જે તે જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓને ખાનગી દવાખાના, હોસ્પિટલોને સુચના આપવામાં આવી છે. આ પરિપત્ર મુજબ જે તે જિલ્લા કે મહાનગરમાં જ્યારે પણ જરૂર જણાશે ત્યારે પ્રાઈવેટ હોસ્પિટલોના ૫૦ ટકા રિર્ઝવ બેડમાં સરકારે નક્કી કરેલા રેટ મુજબ દર્દીને ફરજિયાત સારવાર આપવી પડશે.
ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે સરકારે નક્કી કરેલા દર OPD માટે નિયત દર
સારવાર પ્રતિ દર્દી દીઠ દર
ઓ.પી.ડી. કન્સલ્ટેશન અને દવાઓ રૂ. ૨૦૦
(એમ.ડી. તજજ્ઞા દ્વારા)
દર્દી દીઠ એક્સ-રે, લોહીની તપાસ રૂ.૨૦૦
વગેરે માટે
શરતો :
દર્દીને વિનામૂલ્યે દવા આપવાની રહેશે.
દરોમાં બેડ ચાર્જ, ડોક્ટર વિઝિટ, નર્સિંગ ચાર્જ, દવાઓ, લેબોરેટરી તેમજ રેડિયોલોજી તપાસ, અનુવર્તી સારવાર, દર્દીના ચા – નાસ્તો, બે ટાઈમ જમવાના, રજા આપ્યા બાદની પાંચ દિવસ સુધીની દવાનો ખર્ચ વગેરે સમાવિષ્ટ
શંકાસ્પદ દર્દીઓનો કોવિડ -૧૯નો ટેસ્ટ નિયત પ્રોટોકોલ મુજબ નક્કી કરેલ લેબોરેટરીમાં કરાવવાની રહેશે. સેમ્પલનું કલેક્શન અને લેબોરેટરી સુધી સેમ્પલ પહોંચાડવાની જવાબદારી હોસ્પિટલની રહેશે. ટેસ્ટ માટે થનાર ખર્ચ સરકાર ચુકવશે.