IMPACT / VTVના અહેવાલ બાદ SVPએ ભૂલ
સ્વીકારી, સરખા નામને કારણે ભૂલ થઈ અને પોઝિટિવ દર્દીને રજા આપી દેવાઈ.
|
સરકારી હોસ્પિટલની આ ગફલતો ક્યારે અટકશે? પોઝિટિવ દર્દી અને નેગેટિવ દર્દીના નામ સરખા હોવાને કારણે પોઝિટિવ દર્દીને રજા આપી ઘરે મોકલી દીધો એટલું જ નહીં આ પોઝિટિવ દર્દીનું ઘરે જઉં એટલું ભારે પડ્યુ કે આખો પરિવાર કોરોના પોઝિટિવ થઈ ગયો છે. આ અંગે VTVમાં અહેવાલ છપાયા બાદ SVPએ ભુલ સ્વીકારી હતી.
અમદાવાદના SVP હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીને નેગેટિવ કરીને રજા આપી દેવા મામલે VTVના અહેવાલની અસર થઈ છે. VTV દ્વારા આ મામલે અહેવાલ ચલાવાયો હતો. અને દર્દીઓ મામલે અવાજ ઉઠાવ્યો હતો. જે મામલે હવે SVPએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. સરખા નામ હોવાથી આ ભૂલ થઈ હોવાનો હોસ્પિટલે સ્વીકાર કર્યો છે. એક જ નામના બે દર્દી હોવાથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેના કારણે પોઝિટિવ દર્દીને ભૂલથી રજા આપી દીધી હોવાનું હોસ્પિટલ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. અને દર્દીને રજા આપ્યા બાદ ભૂલ ધ્યાને આવતા ફરી એડમિટ કરવામાં આવ્યા.
|
શું છે મામલો?
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અસરાની પરિવારના એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 2 દિવસની સારવાર બાદ તેને રજા આપી દેવાઇ હતી અને બાદમાં દર્દીને પોઝિટિવ છો તેમ કહી SVPમાં ફરીવાર દાખલ કરી દેવાયો હતો. આ આખા કેસમાં SVPની બેદરકારી સામે આવી છે નામની ગફલતને કારણે આ દર્દીનો આખો પરિવાર સંક્રમિત બન્યો છે.
|
હોસ્પિટલની બેદરકારીને લીધે સમગ્ર પરિવારને લાગ્યો કોરોનાનો ચેપ
હોસ્પિટલની બેદરકારીને કારણે વસ્ત્રાલના અસરાની પરિવારના પુત્રને પોઝિટિવ હોવા છતા તંત્રએ જાણ ન કરી જેના કારણે આખો પરિવાર સંક્રમિત થયો છે. ત્યારે SVP હોસ્પિટલની બેદરકારીથી વસ્ત્રાલના અસરાની પરિવાર પર જીવનું જોખમ ઉભુ થયું છે.
|
ગાઇડલાઇનમાં પણ દર્દીના ટેસ્ટનો કરાયો છે ઉલ્લેખ
કોરોના વાયરસના દર્દીને રજા આપતા પહેલા કોરોનાનો ટેસ્ટ ન કરવાની નીતિ ખુદ ગુજરાત સરકારને ભારે પડી રહી છે. ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન મુજબ જેમના લક્ષણો હોય તેમના જ ટેસ્ટ કરવા અને જેને લક્ષણો ન હોય પણ તે પોઝિટિવ હોય તેવા દર્દીને સાત દિવસ બાદ ફરીથી ટેસ્ટ કર્યા વગર જ ડિસ્ચાર્જ આપી દેવાને કારણે આ દુર્ઘટના ઘટી છે.
|
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત
માટે
|