LOCKDOWN / ગુજરાતમાં ધંધા-દુકાનો આ ફોર્મ્યુલાને આધારે ખૂલશે, લૉકડાઉન આ તારીખ સુધી લંબાવાની શક્યતા : સૂત્ર

ગુજરાતમાં કોરોના વાયરસને પગલે હાહાકાર મચ્યો છે ત્યારે 17મી પુરુ થનારૂ લોકડાઉન લંબાઈ શકે છે. સરકારે આ અંગે બ્લુપ્રિન્ટ તૈયાર કરીને કેન્દ્રમાં મોકલવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને કોરોનાના ઝોન મુજબ લોકડાઉન 4માં છૂટછાટ આપવામાં આવશે.
મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બેઠક યોજાઈ છે. જેમાં લોકડાઉન મુદ્દે રાજ્ય સરકાર બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે જેને કેન્દ્ર સરકાર સામે રજૂ કરવામાં આવશે અને તેનો વિધિવત જાહેરાત કરવામાં આવશે. આ અંગે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે બેઠક યોજવામાં આવશે.
રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન રહી શકે છે. ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં છુટાછાટ અપાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધ યથાવત રખાશે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગરમાં લોકડાઉનનો કડક અમલ કરાવાશે.
જિલ્લા વાઈઝ મળશે છૂટછાટ
કયા વારે કયો ધંધો ખુલ્લો રહેશે તેની વિધિવત જાહેરાત કરવામાં આવશે આ અંગે કોરોના ના ઝોન વાઈઝ છુટછાટ મળશે.
ધંધા અને દુકાનો વાર મુજબ શરૂ થઈ શકે
ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં વધુ પડતી છૂટછાટ આપવામાં આવી શકે. જ્યારે ધંધાકીય પ્રવૃત્તિઓનું એક લિસ્ટ બનાવવામાં આવશે અને તેમાં અઠવાડિયામાં બે દિવસમાં ડિવાઈડ કરવામાં આવશે અને કયા વારે કયો ધંધો શરૂ કરવા દેવાશે તેની જાહેરાત કરવામાં આવશે.
ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે
ખેડૂતોને અને ખેતી વિષયક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણ રીતે છૂટછાટ આપવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે. જ્યારે ગ્રીન ઝોનમાં બસ સેવા શરૂ કરાય તેવી પણ શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે.
ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં બસો શરૂ થઈ શકે
જ્યારે ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં સૌથી મોટી રાહત મળી શકે છે તે બસની સેવા હશે. આ ઝોનમાં બસો દોડાવવાની તૈયારીઓ કરાઈ રહી છે.
કેન્દ્ર અંતિમ મહોર મારશે બ્લૂ પ્રિન્ટ પર
CM રૂપાણીની અધ્યક્ષતામાં 17 મે બાદ લૉકડાઉન 4ની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. આ બ્લૂ પ્રિન્ટને તૈયાર કરીને દિલ્હી કેન્દ્રની મંજૂરી માટે મોકલવામાં આવશે. ત્યાર બાદ કેન્દ્રની અંતિમ મહોર બાદ આ બ્લૂ પ્રિન્ટને અમલીકરણમાં મૂકવામાં આવશે તેવું જણાવાઈ રહ્યું છે.

- રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન રહી શકે છે
- લોકડાઉન મુદ્દે રાજ્ય સરકાર બ્લૂ પ્રિન્ટ તૈયાર કરશે
- કેન્દ્ર સરકારને મોકલાશે લોકડાઉન અંગેના સૂચનો