Pan cardની તાત્કાલિક જરૂરિયાત ઘરે બેઠા આ રીતે થશે પૂરી, ફ્રીમાં તમે જાતે જ કરી શકો છો આ કામ
કાયમી એકાઉન્ટ નંબર એટલે કે Pan card (પાન કાર્ડ) એ એક અતિ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેના વિના એવા ઘણા કામો બંધ થઈ જાય છે. આવકવેરા રીટર્ન ફાઇલ કરવી કે બેંકમાં રૂ .50,000 થી વધુ જમા કરાવવા હોય તો પાન હોવું ફરજિયાત છે. આજકાલ દરેક માટે પાનકાર્ડ હોવું જરૂરી છે. પરંતુ કોરોના મહામારીને લઈને પાનકાર્ડ બનાવવા લોકો ઘરની બહાર જઇ શકતા નથી. જો તમારી પાસે પાનકાર્ડ નથી અને તમે નવું પાનકાર્ડ બનાવવા ઈચ્છતા હોવ તો તમે ઘરે બેસીને પણ પાનકાર્ડ મેળવી શકો છો.
ઇ-પાન કાર્ડ મેળવવા માટે આટલા દસ્તાવેજોની પડશે જરૂર
Pan card માટે ઓનલાઇન અરજી કરવી એકદમ સરળ છે. એના દ્વારા થોડા સમયમાં તમને પાન કાર્ડ મળી જાય છે. આ કાર્ડને E PAN કહેવામાં આવે છે. જેને તમે અરજી કર્યા પછી તરત જ ડાઉનલોડ કરી શકો છો. ઈ પેન મેળવવા માટેની આ સેવા તેવા લોકો માટે છે જેઓએ હજુ સુધી પાનકાર્ડ બનાવ્યું નથી. ઈ PAN માટે તમારે તમારો આધારકાર્ડ નંબર આપવો પડશે. જે પછીથી ઓટીપી નજરેટ થશે અને થોડીવારમાં તમને ઈ પેન કાર્ડ થોડાક જ સમયમાં મળી જશે.
ઇ-પાનની આ રીતે થશે પ્રોસેસ અને જરૂરિયાત
આવકવેરા વિભાગની વેબસાઇટ પર https://www.incometaxindiaefiling.gov.in/home પર જાઓ. ત્યાં આધાર નવી લિંક દ્વારા Instant PAN through Aadhaar New પર ક્લિક કરો. પછી બે વિકલ્પો ખુલશે. Get New PAN અને બીજું સ્ટેટસ ચેક કરવા અને ડાઉનલોડ કરવા માટેનું. તે પછી આધારનંબર નાંખવાની સાથે આધાર સાથે જોડાયેલો મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. ઓટીપીથી આધારની માહિતી ચકાસી લેશે. આ પછી, ઇ પેન તરત જ જારી કરવામાં આવશે અને ગ્રાહકો તેમનો ઇ-પેન ડાઉનલોડ કરી શકશે. પેનકાર્ડની હાર્ડકોપી કરતાં ઈ પેન વધારે સારું છે. તેના ખોવાઈ જવાની કોઈ મુશ્કેલી નથી. પરંતુ જો તમે તેની હાર્ડકોપી જોઈતી હોય તો 50 રૂપિયામાં તેની પ્રિન્ટ કરાવીને લેમિનેટ કરાવી શકાય છે. વાહન ખરીદવું, બેંક ખાતું ખોલવું, ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની એપ્લાય વગેરે સહિત 16 જેટલી જગ્યાઓ માટે પાનકાર્ડ ફરજિયાત છે. એટલે કે, જો તમારી પાસે પેન નથી, તો તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી જાય છે.