ચિંતાજનક / એક દિવસમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો રેકોર્ડબ્રેક, કુલ પોઝિટિવ કેસ 24628.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આજે સતત સાતમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.
આરોગ્ય વિભાગે સત્તાવાર રીતે જાહેર કરેલ પ્રેસનોટ પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 524 નવા કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 24,628 થઇ છે.
24 કલાકમાં રાજ્યમાં મૃત્યુ પામેલ દર્દીઓની વિગત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત પણ આ પ્રેસનોટમાં આપવામાં આવી હતી. જે પ્રમાણે ગત 24 કલાકમાં 28 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1734 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે. આ સાથે જ હાલ 64 લોકો વેન્ટિલેટર પર છે તો 5940 લોકો સ્ટેબલ છે.

- રાજ્યમાં છેલ્લા 16 દિવસમાં સાતમી વખત 500થી વધુ કેસ
- કુલ દર્દીઓની સંખ્યા 24,628 થઇ
- છેલ્લા 24 કલાકમાં 418 દર્દીઓ થયાં સાજા