ચેતજો! આગામી 4 દિવસ ગુજરાત માટે ખુબ જ ભારે, જાણો કંઈ તારીખે કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાવાના સંકેતો મળી રહ્યાં છે. જેના કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની શક્યતાઓ હવામાન ખાતાના વિજ્ઞાની મનોરમા મોહન્તિએ વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થન્ડરસ્ટોર્મની અસર સતત પાંચ દિવસ સુધી જોવા મળશે. તેમજ રાજ્યમાંબે દિવસ હળવા વરસાદી ઝપટાં સાથે ગાજવીજ અને પવન ફૂંકાશે. બાદ માતા તા.14, 15, 16 અને 17મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતથી ધોધમાર વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ રહેલી છે. આમ હાલના સંકેતો પ્રમાણે ગુજરાતમાં 48 કલાક પછી દક્ષિણ ભાગમાં સત્તાવાર ચોમાસું શરૂ થવાની સંભાવનાઓ રહેલી છે.
હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થાય તો નિયત સમય કરતાં ચોમાસું વહેલું બેસશે તેવું હવામાન જાણકારોનું કહેવું છે. કારણ કે, ગત 15મી મેના રોજ ગાંધીનગરમાં પ્રી-મોન્સૂનની તૈયારી અંગેની બેઠકમાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનની વિગતો જારી કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, દેશમાં ચોમાસાનું આગમન 5 જૂને કેરળમાં થશે. જેના 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે તેવું હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું. આ સિવાય ગત વર્ષે ગુજરાતમાં 24મી જૂનથી સત્તાવાર ચોમાસાનું આગમન થયુ હતુ. માટે હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે 48 કલાકમાં ચોમાસાનું આગમન થશે તો ગુજરાતમાં ગત વર્ષ કરતાં 10 દિવસ વહેલુ ચોમાસુ બેસશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, હવે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત થશે. આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ આવતો રહેશે. તો 15 અને 16 જુનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદભવતા આ અસર જોવા મળશે. અમદાવાદમાં પણ ઝડપી પવન સાથે વરસાદ આવી શકે છે.
દેશમાં ચોમાસુ સામાન્યપણે આગળ વધી રહ્યું છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું સક્રિય થઇ ચુક્યું છે. ભારતીય હવામાન વિભાગના નાયવું મહાનિદેશક આનંદ શર્માએ જણાવ્યું છે કે, ‘દેશમાં ચોમાસું સામાન્યવત આગળ વધી રહ્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ સક્રીય થઇ ચુક્યું છે. હવે ઓડિસાના બાકીના વિસ્તારમાં પણ સક્રીય થશે. આગામી 48 કલાકમાં ચોમાસુ છત્તીસગઠ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ અને બિહારમાં સક્રિય બને તેવા સંકેત છે.’
હાલમાં બંગાળાની ખાડીમાં લો પ્રેશર છે, જેના કારણે આગામી સમયમાં અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન ઉદ્ભવતા આ અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની સાથે અમદાવાદમાં પણ ભારે પવન, ગાજવીજ સાથે વરસાદ પડશે.
ચાર દિવસ દરમિયાન રાજ્યના કયા વિસ્તારમાં વરસાદ
14 અને 15 જૂન । નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં ધોધમાર વરસાદ પડશે.
16 જૂન । નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
17 જૂન । સાવુંરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.