સંવેદનશીલ ગુજરાતમાં કોરોના ટેસ્ટના મહારાષ્ટ્રથી ડબલ ભાવ, ગુજરાતમાં 4500 તો મહારાષ્ટ્રમાં 2200 રૂપિયા.
મહારાષ્ટ્ર સરકારે ખાનગી લેબ દ્વારા કોરોના ટેસ્ટના ભાવ નક્કી કરી દીધાં છે. હવે મહારાષ્ટ્રમાં 2200 રૂપિયામાં ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ કરાવી શકાશે જો લેબવાળા સેમ્પલ તમારા ઘરે લેવા આવે તો તમારે 2800 રૂપિયા ચૂકવવા પડશે. ગુજરાતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે, તેમાં પણ ટેસ્ટના મામલે સરકારની નીતિ સામે હાઇકોર્ટ સુધીની લડાઈ બાદ અંતે સરકારે ખાનગી લેબોરેટરીને કોરોના ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. આમ છતાં બેફાબ બનેલા ખાનગી લેબોરેટરીવાળા મનસ્વી રેટ વસુલતા હતા. જેને લઇને આરોગ્ય મંત્રીએ પણ ચીમકી આપવી પડી છે.
ગુજરાત સરકારે 1400 ડોક્ટરોને કોરોના ટેસ્ટ માટે ભલામણ કરવાની લીલી ઝંડી
આઈસીએમઆરે ઘણીવાર સૂચન કર્યું છે કે રાજ્યો કોરોનાના ટેસ્ટ કરવાની ફી ઘટાડે પણ આ બાબતે એક પણ સરકાર મગનું નામ મરી પાડવાની તૈયારી દાખવતું નથી કારણ કે એક પણ સરકાર કોરોનાના ટેસ્ટ વધે એ ઇચ્છતું નથી. ગુજરાત સરકારે 1400 ડોક્ટરોને લીલીઝંડી આપી છે કે તેઓ કોરોના ટેસ્ટ માટે ભલામણ કરી શકે છે. ગુજરાતમાં આ ટેસ્ટ 4500 રૂપિયામાં થાય છે. મહારાષ્ટ્ર એ પડોશી રાજ્ય છે જ્યાં 2200 રૂપિયામાં ટેસ્ટ થાય છે. આમ ગુજરાતમાં લૂંટનો માહોલ છે. રાજ્યમાં ખાનગી હોસ્પિટલો આડેધડ કોરોના દર્દીઓ પાસેથી ચાર્જ વસૂલતી હોવાથી આ મામલે હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડી હતી. આમ છતાં હોતી હૈ ચલતી હૈની નીતિ અપનાવાઈ રહી છે. નીતિન પટેલે આ બાબતે સીધા કાર્યાલયમાં ફરિયાદ કરવાની સલાહ આપી છે. ગુજરાતમાં ભાજપની સંવેદનશીલ સરકાર છે તો કોરોના ટેસ્ટ મામલે મહારાષ્ટ્રની ડબલ ભાવ કેમ તેવા સવાલો ઉઠવા લાગ્યા છે.
મુંબઈમાં દરરોદ લગભગ 6 હજારથી વધારે કોરોના ટેસ્ટીંગ
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, કોરોના ટેસ્ટીંગના રેટ નક્કી કરવા માટે સરકારે એક કમિટિનું ગઠન કર્યું હતું. આ કમિટિએ ભલામણ કરી હતી કે ખાનગી લેબ માટે કોરોના ટેસ્ટનો દર 2200 રૂપિયા અને ઘરેથી સેમ્પલ પર 2800 રૂપિયા રાખવી જોઈએ. સ્વાસ્થ્ય મંત્રીએ આ ભલામણને સ્વિકારી લીધી છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. અહીં સૌથી વધારે ટેસ્ટીંગ પણ થઈ રહ્યાં છે. મુંબઈમાં દરરોદ લગભગ 6 હજારથી વધારે કોરોના ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે. મુંબીઈમાં કોરોના પોઝિટિવ રેટ 32% સુધી પહોંચી ગયો છે.