સુવિધા / આ બેંકમાં ફક્ત 4 મિનિટમાં ઘરેથી ખોલાવી શકશો બચત ખાતું, મિનિમમ બેલેન્સનું પણ નહીં રહે ટેન્શન.
SBIએ ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટની નવી સુવિધા શરૂ કરી છે. આ આધાર બેઝ્ડ ઈન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ છે. તેનાથી ગ્રાહક બેંકના ઈન્ટિગ્રેટેડ બેંકિંગ અને લાઈફ સ્ટાઇલ પેલ્ટફોર્મ યોનોની મદદથી એકાઉન્ટ ખોલી શકે છે.
- SBIએ ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટની નવી સુવિધા શરૂ કરી
- ફક્ત 4 મિનિટમાં ઘરે બેસીને ખોલાવી શકશો બચત ખાતુ
- મિનિમમ બેલેન્સનું પણ નહીં રહે ટેન્શન
દેશની સૌથી મોટી ભારતીય સ્ટેટ બેંક SBIમાં બચત ખાતું ખોલવાનું સરળ બન્યું છે. આ માટે ન તો કોઈ કાગળની કાર્યવાહીની જરૂર છે અને ન બેંકની બ્રાન્ચમાં જવાની. આ કામ તમે ઘરે બેસીને ફક્ત 4 મિનિટમાં કરી શકો છો. SBIએ ઇન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટ (Insta Saving Bank Account) ની સુવિધા શરૂ કરી છે. આ આઘાર બેઝ્ડ ઈન્સ્ટન્ટ ડિજિટલ સેવિંગ એકાઉન્ટ છે. તેનાથી ગ્રાહક બેંકના ઈન્ટિગ્રેટેડ બેંકિંગ અને લાઈફ સ્ટાઈલ પ્લેટફોર્મ યોનોની મદદથી એકાઉન્ટ ખોલાવી શકે છે. SBI ઈન્સ્ટા સેવિંગ્સ બેંક એકાઉન્ટ ધારકોને 24*7 બેંકિંગ એક્સેસ મળે છે. SBI ઈન્સ્ટા સેવિંગ્સ બેંક એકાઉન્ટના દરેક નવા ખાતાધારકોને વ્યક્તિગત RuPay ATM-cum ડેબિટ કાર્ડ પણ મળશે.
SBIએ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાણકારી આપતાં કહ્યું છે કે પોતાના ઈન્સ્ટા બચત ખાતાને પોતાના ઘરમાં બેસીને ફક્ત 4 મિનિટમાં ખોલી શકાય છે. તેમાં મિનિમમ બેલેન્સ ન હોવા માટે પણ કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં. SBI ઈન્સ્ટા સેવિંગ બેંક એકાઉન્ટ હોલ્ડરની પાસે 7 દિવસ 24 કલાક બેંકિંગ સુવિધા રહેશે.
આ રીતે ખોલો એકાઉન્ટ
SBI ઈન્સ્ટા સેવિંગ્સ બેંક એકાઉન્ટ ખોલવા માટે YONO એપ ડાઉનલોડ કરવાનું રહેશે. આ પછી તમે તમારા પાન અને આધાર નંબરની ડિટેલ્સ નાંખીને ઓટીપી સબમિટ કરો. અન્ય ડિટેલ્સ માંગવામાં આવે તે ભરો, SBI ઈન્સ્ટા સેવિંગ્સ બેંક એકાઉન્ટ ધારકોને માટે નોમિનેશનની સુવિધા પણ મળી રહે છે જે એસએમએસ એલર્ટ અને SBI ક્વિક મિસ્ડ કોલ સર્વિસની સાથે કરી શકાય છે. પ્રક્રિયાના એક વાર પૂરા થયા બાદ એકાઉન્ટ ધારક તરત એક્ટિવેટ થઈ જશે અને તે ટ્રાન્ઝેક્શન શરૂ કરી શકે છે. ગ્રાહક પોતાની સંપૂર્ણ કેવાયસી પૂરા કરવા માટે એક વર્ષમાં ગમે ત્યારે નજીકની બેંક શાખામાં જઈ શકે છે.
Open an Account Click Here
ગુજરાતીમાં વાંચવા માટે આહિ ક્લિ કકરો
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે