વિવાદ / આ છે ભારત-ચીનના 70 વર્ષના સંબંધોનો સારાંશ, જાણો આખરે વિવાદ ક્યાંથી શરૂ થયો અને શું છે તેનું મૂળ
પાકિસ્તાન તથા નેપાળ સાથેના વિવાદ પર હજી પાણી નથી રેડાયું ત્યાં ગતરાતે ભારત અને ચીન વચ્ચે LAC પર હિંસક અથડામણ થઇ જેમાં ભારતીય સેનાના 2 જવાન તથા એક અધિકારી શહીદ થયાં તો ભારત દ્વારા કરવામાં આવેલ વળતા પ્રહારને પગલે ચીનના 5 સૈનિકો માર્યા ગયા અને 11 સૈનિકો ઘાયલ થયાં છે. જણાવી દઇએ કે, 1962 પછીની આ પ્રથમ ઘટના છે જેમાં ભારત-ચીન બોર્ડર પર આમને-સામને થયાં છે.
ઉલ્લેખનીય છે કે, 58 વર્ષ પહેલા જ્યાં ભારત અને ચીન વચ્ચે જે ઘાટીને લઇને યુદ્ધ થયું હતું તે સ્થળે ગઇકાલે ફરી એકવાર હિંસક માહોલ સર્જાયો અને બંન્ને રાષ્ટ્રોની સેનાએ એકબીજા પર ફાયરીંગ કર્યું હતું. આ ગાલવાન ઘાટ લદ્દાખ ક્ષેત્રમાં આવેલી છે અને છેલ્લા 7 દાયકાથી આ વિવાદ ચાલ્યો આવે છે. ત્યારે ભારત-ચીન વચ્ચે આખરે શેનો છે વિવાદ? સમજો સરળ શબ્દોમાં.
7 દાયકાના સંબંધોનો સારાંશ
હાલના વિવાદની શરૂઆત ક્યાંથી?
ઐતિહાસિક વિવાદનું મૂળ ક્યાં છે?

- ભારત અને ચીન વચ્ચે LAC પર હિંસક અથડામણમાં 3 ભારતીય જવાન શહીદ
- 1962 બાદ ફરી એકવાર બની હિંસક અથડામણ
- જાણો, ઐતિહાસિક વિવાદનું મૂળ ક્યાં છે?
ઉલ્લેખનીય છે કે, 58 વર્ષ પહેલા જ્યાં ભારત અને ચીન વચ્ચે જે ઘાટીને લઇને યુદ્ધ થયું હતું તે સ્થળે ગઇકાલે ફરી એકવાર હિંસક માહોલ સર્જાયો અને બંન્ને રાષ્ટ્રોની સેનાએ એકબીજા પર ફાયરીંગ કર્યું હતું. આ ગાલવાન ઘાટ લદ્દાખ ક્ષેત્રમાં આવેલી છે અને છેલ્લા 7 દાયકાથી આ વિવાદ ચાલ્યો આવે છે. ત્યારે ભારત-ચીન વચ્ચે આખરે શેનો છે વિવાદ? સમજો સરળ શબ્દોમાં.
7 દાયકાના સંબંધોનો સારાંશ
- 1 એપ્રિલ 1950માં ભારત-ચીનએ રાજદૂત સંબંધ સ્થાપિત કર્યા
- 1951માં ચીને તિબ્બત પર આક્રમણ કરીને તેના પર કબજો મેળવી લીધો
- 1954માં ભારત અને ચીને પંચશીલ કરાર પર હસ્તાક્ષર કર્યા
- 1957માં ચીને ભારતના કેટલાક ભાગ પર હક જમાવવાનું શરૂ કર્યું
- 1959માં ચીને કહ્યું કે લદ્દાખ અને નેફાનો 40 હજાર માઈલ વિસ્તાર ચીનનો છે
- 3 એપ્રિલ 1959માં તિબ્બતના દલાઈ લામા ભાગીને ભારત આવી ગયા
- 1959માં ચીને સિક્કિમ અને ભૂટાનના 50 હજાર વર્ગ માઈલ વિસ્તાર પર દાવો કર્યો
- ફેબ્રુઆરી 1961માં ચીને સીમા વિવાદ પર ચર્ચાથી ઈનકાર કરી દીધો
- ચીની આર્મી ભારતીય સીમાના પશ્ચિમી સેક્ટરમાં ઘુસી ગઈ
- નવેમ્બર 1962માં ચીને લદ્દાખ અને નેફામાં સીમા પાર આવીને ભારત પર આક્રમણ કર્યું
- આ સમયે ચીને ભારતીય જમીન પર કબજો મેળવી લીધો
- 1965માં ચીની સૈનિકો ફરીથી ઉત્તરી સિક્કીમમાં ઘુસ્યા
- 1975માં સિક્કીમ ભારતનો ભાગ બની ગયો, ચીને તેનો પણ વિરોધ કર્યો
- 1976માં ચીન અને ભારત વચ્ચે ફરી રાજદૂત સંબંધો બન્યા
- 1995માં બન્ને દેશ ઈસ્ટર્ન સેક્ટરમાં સુમદોરોંગ ચૂ વેલીથી સેનાને પાછી હટાવવા રાજી થયા
- 1998માં લદ્દાખ-કૈલાસ માનસરોવર રૂટ ખોલવા અંગે વાતચીત શરૂ થઈ
- જાન્યુઆરી 2000માં 17મા કરમાપા લા ચીનથી ભાગીને ધર્મશાળા આવ્યા જ્યાં દલાઈ લામાને મળ્યા
- ચીને ચેતવણી આપી કે કરમાપાને શરણ આપી તો 'પંચશીલ'નું ઉલ્લંઘન થશે
- 1962ના યુદ્ધ બાદ બંથ થયેલા નાથૂ લા પાસને 2006માં ખોલાયો
- એપ્રિલ 2013માં ચીની સૈનિક LAC પાર કરીને પૂર્વી લદ્દાખમાં 19 કિમી અંદર ઘુસી ગયા
હાલના વિવાદની શરૂઆત ક્યાંથી?
- અક્સાઈ ચીનમાં સ્થિત ગાલવાન ઘાટીને લઈને ભારત-ચીન વચ્ચે તણાવ થયો છે
- ગલવાન ઘાટી લદ્દાખ અને અક્સાઈ ચીનની વચ્ચે ભારત-ચીન સરહદે આવેલી છે
- ભારત કહી રહ્યું છે કે ગલવાન ઘાટીના કિનારે ચીની સેનાએ ટેંટ બનાવ્યા છે
- ભારતને જાણ થયા પછી ભારતે ગલવાન ઘાટીમાં સેનાની તૈનાતી કરી
- ચીને આરોપ મુક્યો કે ભારત ગલવાન ઘાટી પાસે ગેરકાયદે નિર્માણ કરી રહ્યું છે
- 9મી મેએ સિક્કમના નાકૂ લા સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકોમાં ટકરાવ થયો હતો
- આ સમય દરમિયાન જ LAC નજીક ચીની સેનાના હેલીકોપ્ટર દેખાયા હતા
- એ પછી જ ભારતીય વાયુસેનાએ પણ લડાકુ સુખોઈથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું
- 9મી મેની અથડામણમાં બન્ને તરફથી સૈનિકોને મામુલી ઈજાઓ થઈ હતી
- વાસ્તવિક નિયંત્રણ રેખા ચીનના કબ્જાવાળા અક્સાઈ ચીન અને ભારતની વચ્ચે
ઐતિહાસિક વિવાદનું મૂળ ક્યાં છે?
- ગલવાન ઘાટી ચીનના દક્ષિણી શિનજિયાંગ અને ભારતના લદ્દાખ સુધી ફેલાયેલી છે
- 1962ના યુદ્ધમાં ગલવાન નદીનો આ ક્ષેત્ર યુદ્ધનો મુખ્ય કેન્દ્રબિંદુ હતો
- ગલાવન ઘાટી પાકિસ્તાન, ચીન અને લદ્દાખની સીમા પાસે આવેલી છે
- 1958માં અક્સાઈ ચીનમાં ચીને રસ્તો બનાવ્યો જે કરાકોરમને જોડતો હતો
- જ્યારે રસ્તો બનતો હતો ત્યારે ભારતનું ધ્યાન ન ગયું પરંતુ બન્યા પછી વિરોધ કર્યો
- તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુએ રસ્તો બનાવવા વિશે વાંધો ઉઠાવ્યો
- એ સમયથી જ ભારત કહી રહ્યું છે કે અક્સાઈ ચીનને ચીને હડપ કરી લીધું છે
- ભારતે 1958માં રસ્તો બનાવવા વિશે ચીન પર તે વખતે સૈન્ય કાર્યવાહી ન કરી
- હવે કાર્યવાહી એટલે થઈ રહી છે કે આપણે પણ અક્સાઈ ચીન પર દાવો કરીએ છીએ
- PoK અને ગિલગિટ બાલતિસ્તાન પર દાવાની જેમ અક્સાઈ ચીન પર પણ દાવો છે
- આ સંદર્ભમાં અક્સાઈ ચીનમાં પણ ગતિવિધિઓ વધી રહી છે
- અક્સાઈ ચીન વિશે ભારતના દાવાથી ચીનને હવે પરેશાની થવા લાગી છે