મહામારી / ચોંકાવનારો ખુલાસો, દેશમાં 85 ટકા કોરોનાના કેસ આ 8 રાજ્યમાંથી નોંધાયા.
કોરોનાને લઈને 8 રાજ્યો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા ખુબ ચેતવણીજનક અને ચોંકાવનારા સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાથી 87 ટકા મોત 8 રાજ્યોમાં થયા છે.
જે ખુબ ગંભીર અને તમામ લોકોને સચેત રહેવાની ચેતવણી સમાન છે. દેશમાં 85.5 ટકા કોરોના સંક્રમિતોના કેસ 8 રાજ્યોમાંથી સામે આવ્યા છે.જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા,ગુજરાત, યુપી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
85 ટકા કોરોનાના દર્દી આ રાજ્યમાંથી જ નોંધાયા છે
કોરોના મહામારીને નાથવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં જીઓએમની રચના કરી છે, જે સમયાંતરે દેશની પરિસ્થિતિની સમીક્ષા કરે છે અને જરૂર પડે ત્યારે નિર્ણય લે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, તેલંગાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આઠ રાજ્યોમાં કોરોનાના 85 ટકા સક્રિય કેસો નોંધાયા છે અને ભારતમાં થયેલા મૃત્યુનાં 87 ટકા પણ આ રાજ્યોમાં બન્યા છે.
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5 લાખને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા 5 લાખને પાર પહોંચ્યા છે. એક જ દિવસમાં નવા 18552 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ દર્શાવે છે.
80 ટકા મામલાનો લવાયો ઉકેલ
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં એક હજાર 26 લેબ છે અને દરરોજ 1-2 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અલગ-અલગ મામલાને લઇને એક લાખ 30 હજારથી વધુ ફરિયાદ મળી જેમાં 80 ટકા મામલાનો ઉકેલ લાવવામાં આવ્યો.

- દેશમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે
- સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા
- દેશમાં કોરોનાનો કહેર ધરાવતા 8 રાજ્યોને ચેતવ્યા
જે ખુબ ગંભીર અને તમામ લોકોને સચેત રહેવાની ચેતવણી સમાન છે. દેશમાં 85.5 ટકા કોરોના સંક્રમિતોના કેસ 8 રાજ્યોમાંથી સામે આવ્યા છે.જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, તેલંગાણા,ગુજરાત, યુપી, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
85 ટકા કોરોનાના દર્દી આ રાજ્યમાંથી જ નોંધાયા છે
કોરોના મહામારીને નાથવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામાં જીઓએમની રચના કરી છે, જે સમયાંતરે દેશની પરિસ્થિતિની સમીક્ષા કરે છે અને જરૂર પડે ત્યારે નિર્ણય લે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે હાલમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી, તેલંગાણા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં આઠ રાજ્યોમાં કોરોનાના 85 ટકા સક્રિય કેસો નોંધાયા છે અને ભારતમાં થયેલા મૃત્યુનાં 87 ટકા પણ આ રાજ્યોમાં બન્યા છે.
ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 5 લાખને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોના આંકડા 5 લાખને પાર પહોંચ્યા છે. એક જ દિવસમાં નવા 18552 કેસ નોંધાયા છે. જે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ દર્શાવે છે.
80 ટકા મામલાનો લવાયો ઉકેલ
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં એક હજાર 26 લેબ છે અને દરરોજ 1-2 લાખથી વધુ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અલગ-અલગ મામલાને લઇને એક લાખ 30 હજારથી વધુ ફરિયાદ મળી જેમાં 80 ટકા મામલાનો ઉકેલ લાવવામાં આવ્યો.
ઉપર લિન્ક ક્લિક કરો તમામ વિગત માટે