અસર / આજથી ગૅસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં, ફટાફટ જાણો નવા ભાવ.
દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL,BPCL, IOC)એ સબ્સિડી વિનાના એલપીજી સિલન્ડરની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામના સબ્સિડી વિનાના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા વધ્યો છે. નવી કિંમત વધીને 593 રૂપિયા થઈ છે. 19 કિલો સિલિન્ડરની કિંમત 110 રૂપિયા વધી 1139.50 રૂપિયા થઈ ગઈ છે.
અન્ય શહેરોમાં પણ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ આજથી વધારી દેવામાં આવ્યા છે. તે કોલકાતામાં રૂ.31.50, મુંબઇમાં રૂ.11.50 અને ચેન્નાઇમાં રૂ. 37નો વધારો કરાયો છે. આ અગાઉ મે મહિનામાં ભાવમાં 162.50 રૂપિયા નોંધપાત્ર ઘટાડો થયો હતો. તે જ સમયે, 19 કિલો સિલિન્ડરની કિંમત 110 રૂપિયા વધી 1139.50 રૂપિયા થઈ ગઈ છે.
ઝડપથી ચેક કરી લો સિલિન્ડરના નવા ભાવ
IOCની વેબસાઈટ પર આપવામાં આવેલી નવી કિંમતો અનુસાર દિલ્હીમાં 14.2 કિલોના સબ્સિડી વિનાના રસોઈ ગૅસની કિંમત વધીને 593 રૂપિયા થઈ છે જે પહેલાં 581.50 રૂપિયા હતી.
કોલકત્તામાં હવે નવા ભાવ મુજબ 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવ 616.00 રૂપિયા, મુંબઈમાં 590 રૂપિયા અને ચેન્નાઈમાં 606 રૂપિયા થયા છે. અગાઉ આ કિમતો ક્રમશઃ 584.50 રૂપિયા, 579.00 રૂપિયા અને 569.50 રૂપિયા હતી.
19 કિલોગ્રામ LPG ગૅસ થયો આટલો મોંઘો
19 કિલોગ્રામ એલપીજી ગૅસની કિંમતમાં વધારો થયો છે જે આજથી એટલે કે 1 જૂનથી લાગૂ થશે. દિલ્હીમાં 19 ગ્રામ ગૅસ સિલિન્ડરની કિંમતમાં 110 રૂપિયાનો વધારો થયો છે અને તે કિંમત 1029.50 રૂપિયાથી વધીને 1139.50 રૂપિયાની થઈ છે.
કોલકત્તામાં પણ કિંમતો વધીને 1193.50 રૂપિયા, મુંબઈમાં 1087.50 રૂપિયા અને ચેન્નાઈમાં 1254.00 રૂપિયા સુધી પહોંચી છે.
મોંઘું થયું વિમાનનું ઈંધણ
1 જૂને, એરક્રાફ્ટ ફ્યુઅલ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) ની કિંમતોમાં પણ વધારો થયો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, રાષ્ટ્રીય પાટનગરમાં એટીએફની કિંમત 11030.62 રૂપિયા પ્રતિ કિલો વધીને 33,575.37 રૂપિયા થઈ ગઈ છે. એટીએફનો ઉપયોગ વિમાનમાં બળતણ તરીકે થાય છે.
કેરોસીનની કિંમતોમાં થયો ઘટાડો
તેલ કંપનીઓએ કેરોસીનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. દિલ્હી કેરોસીન ફ્રી સીટી જાહેર કરાયું છે. એટલે અહીં કિંમત જાહેર થતી નથી. કોલકત્તામાં આજથી નવા ભાવ અનુસાર કેરોસીન 12.12 રૂપિયા ઘટીને 15.73 રૂપિયા/લિટર મળશે. મુંબઈમાં નવો ભાવ 13.96 રૂપિયા અને ચેન્નાઈમાં કેરોસીનની કિંમત 13.60 રૂપિયા/ લિટર રહેશે.

- જૂન મહિનાથી ગૅસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો વધારો
- ભાવ વધતાં ગૃહિણીઓની મુશ્કેલી વધી
- જાણો ક્યાં વધ્યા કેટલા ભાવ